આકાશવાણીએ બજેટને લઈ એવી પ્રતિક્રિયા આપી કે તે થઈ ગઈ વાયરલ, કર્મચારીથી ગલતીથી મિસ્ટેક થઈ ગઈ!!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-02-02 10:21:19

બુધવારના રોજ નરેન્દ્ર મોદીની 2.0 સરકારે પોતાનું અંતિમ પૂર્ણ બજેટ રજૂ કર્યું હતું. અનેક ઓપીનિયન પોલ પર લોકોએ બજેટને લઈ પ્રતિક્રિયા આપી હતી. પરંતુ સૌથી વધુ ધ્યાન આકાશવાણી આપવામાં આવેલી પ્રતિક્રિયા પર ગયું. બીબીસી દ્વારા પૂછવામાં આવ્યું હતું કે બજેટને કેટલા માર્ક આપશો તેના જવાબમાં આકાશવાણીના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર જવાબ આપવામાં આવ્યો જેમાં લખ્યું હતું ઝીરો. આ ટ્વિટ વાયરલ થઈ રહી છે. તે સિવાય બીજા કમેન્ટમાં આ બજેટને ચૂંટણીલક્ષી બજેટ ગણાવ્યું હતું.  


આકાશવાણીએ બજેટ પર આપી આવી પ્રતિક્રિયા!

ગઈ કાલે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું હતું. કોઈ લોકોએ આ બજેટને આવકાર્યો હતો તો કોઈએ બજેટને લઈ ટિકા કરી હતી. બજેટ પેશ થયા બાદ અનેક લોકોએ બજેટને લઈ ઓપીનિયન પોલ મૂક્યો હતો. અનેક ન્યુઝ એજન્સીએ લોકોના અભિપ્રાય માટે પોલ રાખ્યો હતો. ત્યારે બીબીસીએ અંતિમ પૂર્ણ બજેટને લઈ પોતાના યુઝર્સ પાસેથી રાય માગી હતી. આ સવાલ પર અનેક લોકોએ રિએક્શન આપ્યા હતા પરંતુ સૌથી મોટુ આકર્ષણનું કેન્દ્ર બન્યું પ્રસાર ભારતી વાળી આકાશવાણી દ્વારા આપવામાં આવેલું રિએક્શન.  


રિએક્શન વાળી ટ્વિટ થઈ રહી છે વાયરલ 

બીબીસી દ્વારા પૂછવામાં આવ્યું હતું કે બજેટને કેટલા માર્ક આપશો તેના જવાબમાં આકાશવાણીના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર જવાબ આપવામાં આવ્યો જેમાં લખ્યું હતું ઝીરો. આ ટ્વિટ વાયરલ થઈ રહી છે. તે સિવાય બીજા કમેન્ટમાં આ બજેટને ચૂંટણીલક્ષી બજેટ ગણાવામાં આવ્યું હતું. આકાશવાણી, પ્રસાર ભારતી સૂચના એવું પ્રસારણ મંત્રાલય અંતર્ગત કામ કરે છે. ત્યારે સરકારી વિભાગ દ્વારા આ પ્રકારનું રિએક્શન આવતા આ ટ્વિટને ખુબ વાયરલ થઈ રહી છે. આ પ્રતિક્રિયા પર અનેક લોકોએ ટ્વિટ કરી હતી. આટલી મોટી ઘટના કઈ રીતે સર્જાઈ તે અંગે કોઈ જાણકારી નથી મળી રહી પરંતુ એવું લાગી રહ્યું છે કે આકાશવાણીમાં કામ કરતા એક કર્મચારીએ ભૂલથી આ ટ્વિટ કરી દીધી હોવી જોઈએ.         





ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?