મહારાષ્ટ્રમાં ફરી મોટી રાજકીય ઉથલપાથલના ભણકારા વાગી રહ્યા છે. શરદ પવારની પાર્ટી NCPના નેતા અજીત પવાર પાર્ટી સાથેનો છેડો ફાડી નાખે તેવી આશંકા વ્યકત કરવામાં આવી રહી છે. જો કે આજે અજીત પવારે આ મુદ્દે ખુલાસો કરતા કહ્યું કે તે એનસીપીમાં જ છે અને NCP સાથે જ જોડાયેલા રહેશે. NCP જે નક્કી કરશે હું ત્યાં જ રહીશ.
#WATCH | All these are baseless & wrong rumours. I appeal to all to stop such rumours," NCP leader Ajit Pawar amid speculations of him joining the BJP.#Maharashtra pic.twitter.com/zlQdXse2ft
— ANI (@ANI) April 18, 2023
હું શરદ પવારનો વફાદાર
#WATCH | All these are baseless & wrong rumours. I appeal to all to stop such rumours," NCP leader Ajit Pawar amid speculations of him joining the BJP.#Maharashtra pic.twitter.com/zlQdXse2ft
— ANI (@ANI) April 18, 2023અજીત પવારે કહ્યું કે "આજે મને ધારાસભ્યો મળવા આવ્યા હતા. તેઓ રૂટીન કામ માટે આવ્યા હતા. તેનો કોઈ અલગ મતલબ કાઢશો નહીં. હું શરદ પવાર પ્રત્યો વફાદાર છું અને તે જે કહેશે તે જ હું કરીશ. જે મેસેજ અને અફવાહો ફેલાવવામાં આવે છે તે અમારા વિરૂધ્ધ ષડયંત્ર છે".
મોદીની પ્રસંશા કરી ફસાયા અજીત પવાર
અજીત પવારે પીએમ મોદીની પ્રશંસા કરી હતી, તેટલું જ નહીં તેમણે ઈવીએમ પર પણ ભરોસો વ્યક્ત કર્યો હતો. ત્યાર બાદ મહારાષ્ટ્ર સરકારના મંત્રી સુધીર મુનગંટીવારે તેમને એનડીએમાં જોડાવાનું આમંત્રણ આપ્યું હતું. ત્યારથી તે ભાજપમાં જોડાશે તેવી અટકળોને વેગ મળ્યો છે. તે ઉપરાંત તેમણે શરદ પવાર અને સાંસદ સુપ્રિયા સુળેની પૂણેમાં યોજાયેલી રેલીમાં પણ સામેલ થયા નહોંતા. આ તમામ ઘટનાઓ બાદ તેમની બિજેપીમાં જોડાવાની વાત પાક્કી માનવામાં આવી રહી છે.