'આઈયે આપકા ઈંતેજાર થા...',ડિલિવરી બોય એક કલાક મોડો આવતાં ગ્રાહકે ઉતારી આરતી, તિલક કરીને કર્યું સ્વાગત:જુઓ વિડિયો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-12 09:10:58

ઈન્સ્ટાગ્રામ પર એક યૂઝરે શેર કર્યો છે ડિલિવરી બોયનો વિડીયો.
અત્યાર સુધીમાં આ વિડીયોને 20 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.
'આઈયે આપકા ઈંતઝાર થા....' ગીત ગાઈને ગ્રાહકે ડિલિવરી બોયનું સ્વાગત કર્યું હતું.

zomato boy 1200

સોશિયલ મીડિયા પર હાલ એક વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઓર્ડર મોડો લઈને આવનારા ડિલિવરી બોયનું ગીત ગાઈને, આરતી ઉતારીને અને તિલક કરીને સ્વાગત કરવામાં આવે છે. ઓર્ડર મોડો પહોંચે તો સામાન્ય રીતે ગ્રાહક ઠપકો આપે છે પરંતુ પોતાની સાથે આ પ્રકારનો વ્યવહાર જોઈને ડિલિવરી બોયને પણ આશ્ચર્ય થયું હતું.


દિલ્હીનો છે વાયરલ થઈ રહેલો વિડીયો


સોશિયલ મીડિયા પર રોજ કોઈકને કોઈ અતરંગી અને મજેદાર વિડીયો વાયરલ થતાં હોય છે. આવા વાયરલ વિડીયોને લીધે ઘણીવાર તેમાં દેખાતી વ્યક્તિ સોશિયલ મીડિયા સેન્સેશન કે મીમ મટિરિયલ બની જતી હોય છે. સોશિયલ મીડિયા પર હાલ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે એક ડિલિવરી બોયનો છે. ઝોમાટોનો ડિલિવરી બોય કસ્ટમરના ઘરે ઓર્ડર લઈને એક કલાક મોડો પહોંચ્યો હતો. ત્યારે તેના પર ગુસ્સે થવાને બદલે કે ઠપકો આપવાને બદલે ગ્રાહકે તેનું આરતી ઉતારીને સ્વાગત કર્યું હતું.


આરતી ઉતારી કર્યું ડિલિવરી બોયનું સ્વાગત

ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર સંજીવ કુમાર નામના યૂઝરે આ વિડીયો શેર કર્યો છે. જેમાં જોઈ શકો છો કે ડિલિવરી બોય આવતો દેખાઈ રહ્યો છે અને તેના હાથમાં પાર્સલ છે. તે ઘરના દરવાજા પાસે આવે છે ત્યારે જ અંદરથી એક વ્યક્તિ હાથમાં આરતીની થાળી સાથે ગીત ગાતા આવે છે. 'આઈયે આપકા ઈંતઝાર થા' ગીત ગાતાં ગાતાં તેઓ ડિલિવરી બોયની આરતી ઉતારે છે અને તેણે હેલ્મેટ કાઢતાં તેના માથા પર તિલક લગાવે છે. પોતાનું આ રીતે સ્વાગત થતું જોઈને ડિલિવરી બોય પણ છક થઈ જાય છે.


વિડીયો શેર કરતાં યૂઝરે લખ્યું, "દિલ્હીનો ટ્રાફિક છતાં ઓર્ડર આવી ગયો. થેન્ક્યૂ ઝોમાટો." વિડીયો પર એમ પણ લખવામાં આવ્યું છે કે, ડિલિવરી બોય એક કલાક મોડો આવ્યો છતાં ગ્રાહકે તેના પ્રત્યે પ્રેમ-આદર દર્શાવ્યો છે. આ વિડીયોને અત્યાર સુધીમાં 20 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે અને ચાર લાખથી વધુ લોકોએ લાઈક કર્યો છે. આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...