બ્રિટનમાં એર ટ્રાફિક કન્ટ્રોલમાં આવેલી ટેકનીકલ સમસ્યાના કારણે અનેક ફ્લાઈટ સર્વિસ ખોરવાઈ છે, આ અંગે ચેતવણી જાહેર કરવામાં આવી છે. બ્રિટનની રાજધાની લંડનમાં સોમવારે ટેક્નિકલ સમસ્યા સર્જાયા બાદ ફ્લાઈટ સેવામાં વિક્ષેપ સર્જાયો છે અને લંડનના એરપોર્ટ પર ફ્લાઈટ સેવા બંધ કરી દેવામાં આવી છે. બ્રિટનની એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમે (Air Traffic Controllers) જાણ કરી હતી કે ટેક્નિકલ સમસ્યાના કારણે ફ્લાઈટ્સ મોડી પડી છે.
અસુવિધા માટે યાત્રીકોની માફી માગી
મીડિયા રિપોર્ટ મુજબ બ્રિટનની નેશનલ એર ટ્રાફિક સર્વિસ (NATS)ના જણાવ્યા મુજબ "તે ટેકનીકલ ખામીનો સામનો કરી રહી છે. આ કારણે ઉડાનોમાં વિલંબ થઈ શકે છે." એન્જિનિયરિંગ ખામીને શોધવા માટે અને તેને સુધારવા માટે કામ ચાલી રહ્યું છે. આ સાથે જ યાત્રિકોની માફી માગતા કહેવામાં આવ્યું છે કે પેસેન્જરોને થનારી અસુવિધા માટે માફી માગીએ છીએ.
Waiting at our gate at Manchester Airport, England for a departure slot for our flight home to the USA following failure of UK Air Traffic system. Scheduled 12 PM. First time slot was 5 PM! Just updated to 10-15 minutes from now. #nats #uk #atc #airtrafficcontrol
— Stuart Tattum (@stuarttattum) August 28, 2023
એરપોર્ટ પર ટ્રાફિક ફ્લો રિસ્ટ્રીક્શન
Waiting at our gate at Manchester Airport, England for a departure slot for our flight home to the USA following failure of UK Air Traffic system. Scheduled 12 PM. First time slot was 5 PM! Just updated to 10-15 minutes from now. #nats #uk #atc #airtrafficcontrol
— Stuart Tattum (@stuarttattum) August 28, 2023બ્રિટનની નેશનલ એર ટ્રાફિક સર્વિસીસ (NATS)એ કહ્યું કે અમે વર્તમાનમાં ટેકનિકલ ખામીનો સામનો કરી રહ્યા છિએ, અને સુરક્ષા જાળવી રાખવા માટે ટ્રાફિક ફ્લો રિસ્ટ્રીક્શન લાગુ કરવામાં આવ્યું છે. આયરલેન્ડની એરલાઈન્સે પણ તેની ફ્લાઈટને ડિલે કે કેન્સલ કરી દીધી છે. તેનો મતલબ એ થયો કે આયરલેન્ડનું એર ટ્રાફિક નેટવર્ક પણ પ્રભાવિત થયો છે. અનેક પેસેન્જરો સોશિયલ મીડિયા પર આ અંગે તેમની હૈયાવરાળ ઠાલવી છે.