ગુજરાતમાં પણ વાયુ પ્રદુષણ વધી રહ્યું છે, રાજ્યના અમદાવાદ શહેરની હાલત પણ દિલ્હી જેવી થઈ રહી છે. અમદાવાદમાં પણ દિવાળી ટાણે વાયુ પ્રદુષણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. અમદાવાદ શહેરના ચાર વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સમાં વધારો થયો છે અને હવા સ્થાનિકો માટે હાનિકારક બની રહી છે.
શહેરના આ 4 વિસ્તારોમાં ભારે પ્રદુષણ
દિવાળી ટાણે અમદાવાદ શહેરમાં ચાર વિસ્તારોમાં ભારે પ્રદુષણ થઇ રહ્યું છે. અમદાવાદમાં ચાર વિસ્તારો એવા છે જેમાં બે વિસ્તારોનો એર ક્વૉલિટી ઇન્ડેક્સ 300ને પાર થઇ ગયો છે, તો વળી અન્યે બીજા બે વિસ્તારોનો ઇન્ડેક્સ 200 ને પાર પહોંચ્યો છે. તાજા આંકડા પ્રમાણે, શહેરમાં શહેરના રખિયાલ વિસ્તારમાં એર ક્વૉલિટી ઇન્ડેક્સ 305એ પહોંચ્યો છે, લેખવાડામા એર ક્વૉલિટી ઇન્ડેક્સ 307એ પહોંચ્યો છે. પિરાણા ડમ્પિંગ સાઈટ વિસ્તારનો એર ક્વૉલિટી ઇન્ડેક્સ 203 એ પહોંચ્યા છે, અને નવરંગપુરામાં એર ક્વૉલિટી ઇન્ડેક્સ 244 પૉઇન્ટ પહોંચ્યા છે. આમ શહેરના આ ચાર વિસ્તારોમાં હવા સૌથી વધુ પ્રદુષિત બની છે.