એર ઈન્ડિયાએ 500 નવા પ્લેન ખરીદવાનો સોદો નક્કી કર્યો છે. મળતી માહિતી અનુસાર આ ડીલ 100 બિલિયન ડોલરની હોઈ શકે છે. ટાટા સન્સની એર ઈન્ડિયાએ આ ડીલ એરબસ અને બોઈંગ સાથે કરી છે. આ ડીલને નાગરિક ઉડ્ડયનના ઈતિહાસમાં સૌથી મોટી ડીલ માનવામાં આવે છે. આવનાર દિવસોમાં આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે.
આ પ્લેન માટે ફાઈનલ થયો સોદો
આ અંગેની મળતી માહિતી અનુસાર એર ઈન્ડિયા એરબસ પાસેથી 250 વિમાન ખરીદશે જેમાંથી 210 સિંગલ એઈલ A320neos અને 40 વાઈડ બોડી A350 હશે. જ્યારે બોઈંગ પાસેથી એર ઈન્ડિયા બોઈંગ પાસેથી 220 એરક્રાફ્ટમાંથી 190 737 મેક્સ નેરોબોડી જેટ અને 20 787 વાઈડબોડી જેટ અને 10 777xs એરક્રાફ્ટનો સમાવેશ થાય છે. પરંતુ આ અંગે હજી સુધી એર ઈન્ડિયા અથવા તો એરબસ દ્વારા આ અંગેની પુષ્ટિ કરવામાં આવી નથી.
શુક્રવારે યોજાઈ હતી બેઠક
મળતી માહિતી અનુસાર શુક્રવારના રોજ એરબસની સાથે આ ડીલને લઈ એક મીટિંગ કરવામાં આવી હતી. આ મીટિંગમાં આ ડીલને અંતિમ રૂપ આપવામાં આવ્યું હતું. આ મીટિંગમાં ટાટા સન્સના ચેરમેન ઉપરાંત એરબસના ચિફ કમર્શિયલ ઓફિસર હાજર રહ્યા હતા. આ પહેલા એર ઈન્ડિયાએ બોઈંગ સાથે મુંબઈ સ્થિત હેડક્વાર્ટર બોમ્બે હાઉસમાં 29 જાન્યુઆરીના રોજ નક્કી કરવામાં આવી હતી.