એક સમયની સરકારી એરલાઈન એર ઈન્ડિયાનું ટાટા ગ્રૂપ દ્વારા અધિગ્રહણ કરવામાં આવ્યું ત્યારથી તેના વહીવટી માળખામાં મહત્વના ફેરફારો કરવામાં આવી રહ્યા છે. તે જ ક્રમમાં હવે એર ઈન્ડિયાએ આજે ગુરૂવારે નવા લોગો લોન્ચ કર્યો છે. આટલું જ નહીં આ સાથે જ કંપનીએ લોગોના નવા નામની પણ જાહેરાત કરી છે. એર ઈન્ડિયાએ તેના નવા લોગોમાં લાલ, સફેદ અને જાંબલી રંગને યથાવત્ રાખ્યો છે. નવા લોગોને ‘ધ વિસ્ટા’ નામ અપાયું છે. ટાટા સન્સના ચેરમેન ચંદ્રશેખરને કહ્યું કે, નવો લોગો અપાર સંભાવનાઓ અને આત્મવિશ્વાસ દર્શાવે છે. એર ઈન્ડિયાએ સાંજે એક લાઈવ ઈવેન્ટ દરમિયાન તેના નવા લોગોને લોન્ચ કર્યો છે. તમને જણાવી દઈએ કે, એર ઈન્ડિયા લોગો પર છેલ્લા 15 મહિનાથી કામ કરી હતી.
Revealing the bold new look of Air India.
Our new livery and design features a palette of deep red, aubergine, gold highlights and a chakra-inspired pattern.
Travellers will begin to see the new logo and design starting December 2023.#FlyAI #NewAirIndia
*Aircraft shown are… pic.twitter.com/KHXbpp0sSJ
— Air India (@airindia) August 10, 2023
એર ઈન્ડિયાનો નવો લોગો એરલાઈનની નવી ઓળખ
Revealing the bold new look of Air India.
Our new livery and design features a palette of deep red, aubergine, gold highlights and a chakra-inspired pattern.
Travellers will begin to see the new logo and design starting December 2023.#FlyAI #NewAirIndia
*Aircraft shown are… pic.twitter.com/KHXbpp0sSJ
નવા લોગોના લોન્ચિંગ દરમિયાન ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને કહ્યું કે એર ઈન્ડિયા કોઈ બિઝનેસ નથી, તે ટાટા જૂથ માટે એક જુસ્સો છે અને આ જુસ્સો એક રાષ્ટ્રીય મિશન છે. ટાટા સન્સના ચેરમેને કહ્યું કે એર ઈન્ડિયાને વર્લ્ડ ક્લાસ એરલાઈન બનાવવાની યાત્રા હમણાં જ શરૂ થઈ છે. ઈવેન્ટ દરમિયાન ચંદ્રશેખરને કહ્યું, "આજે તમે અહીં જે નવો લોગો જુઓ છો... વિસ્ટાએ ઐતિહાસિક રીતે અમર્યાદ શક્યતાઓ, પ્રગતિ અને આત્મવિશ્વાસનું પ્રતિનિધિત્વ કર્યું છે." ઈવેન્ટ દરમિયાન, ચંદ્રશેખરને કહ્યું કે એર ઈન્ડિયાએ તેની પુનઃબ્રાન્ડિંગ અપાર સંભાવનાઓ અને આત્મવિશ્વાસ સાથે કરી છે. તેમણે કહ્યું કે 15 મહિનાની સફરમાં અમે એર ઈન્ડિયાને શ્રેષ્ઠ અનુભવ, ટેકનોલોજી, ગ્રાહક સેવા અને સેવા સાથે વિશ્વની શ્રેષ્ઠ એરલાઈન બનાવવા માંગીએ છીએ. છેલ્લા 12 મહિનામાં અમે અમારા તમામ પરિમાણોમાં સુધારો કર્યો છે.
ડિસેમ્બર 2023થી વિમાનોમાં નવો લોગો જોવા મળશે
નવો લોગો એર ઇન્ડિયા દ્વારા ઉપયોગમાં લેવાતી ક્લાસિક અને આઇકોનિક ભારતીય વિંડોથી પ્રેરિત છે. એરલાઇનના જણાવ્યા મુજબ, તે તકોની વિંડોનું પ્રતીક છે. એર ઈન્ડિયાના સીઈઓ અને એમડી કેમ્પબેલ વિલ્સને જણાવ્યું હતું કે, નવી બ્રાન્ડ એર ઈન્ડિયાની વિશ્વભરમાં મહેમાનોને સેવા આપતી વિશ્વ કક્ષાની એરલાઈન બનવાની મહત્વાકાંક્ષાને પ્રતિબિંબિત કરે છે. નવા લોગોને ફ્યુચરબ્રાન્ડ સાથે મળીને ડિઝાઇન કરવામાં આવ્યો છે. એર ઈન્ડિયાના મુસાફરોને ડિસેમ્બર 2023થી પ્લેનમાં નવો લોગો જોવા મળશે. એર ઈન્ડિયાનું પ્રથમ એરબસ A350 એરક્રાફ્ટ નવા લોગો સાથે તેના કાફલામાં જોડાશે.