એર ઈન્ડિયા ફ્લાઈટમાં થોડા સમય મહિનાઓ પહેલા એક વ્યક્તિએ નશાની હાલતમાં બાજુમાં બેઠેલી મહિલા પેસેન્જર પર પેશાબ કરી લીધો હતો. આ કિસ્સો સામે આવતા વિવાદ છેડાયો હતો. પોલીસે શંકર મિશ્રાની ધરપકડ કરી લીધી ઉપરાંત એર ઈન્ડિયા દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી હતી. એર ઈન્ડિયાએ આલ્કોહોલ સર્વિસમાં ફેરફાર કર્યા છે. જ્યાં સુધી ક્રૂ-મેમ્બર્સ આલ્કોહોલ નહીં આપે ત્યાં સુધી ફ્લાઈટમાં શરાબ નહીં પી શકાય.
નશામાં મહિલા પર કર્યો હતો પેશાબ
છેલ્લા ઘણા સમયથી ફ્લાઈટથી એવા વીડિયો સામે આવતા હોય છે જેમાં મારામારી થતી હોય, ફ્લાઈટમાં ગેરવર્તન થતું હોય. ત્યારે થોડા મહિનાઓ પહેલા એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એક એવી ઘટના બની હતી જેમાં નશામાં ઘૂત વ્યક્તિએ મહિલા પર પેશાબ કર્યો હતો. ઘટના બાદ પગલા લેવામાં આવ્યા હતા. શંકર મિશ્રાની એર મુસાફરી પર અનેક મહિનાઓ સુધી પ્રતિબંધ લગાવામાં આવ્યો છે.
આલ્કોહોલ પોલીસીમાં કર્યો ફેરફાર
ફ્લાઈટમાં વધતી ઘટનાઓને કારણે એર ઈન્ડિયાએ આલ્કોહોલ પોલીસીમાં ફેરફાર કર્યા છે. જે અંતર્ગત ફ્લાઈટમાં યાત્રીકોને આલ્કોહોલ પીવાની અનુમતિ નથી જ્યાં સુધી ક્રૂ મેમ્બર્સ આલ્કોહોલ નહીં આપે. ક્રૂ મેમ્બર્સને જાણ કરવામાં આવી હતી કે જ્યારે જરૂર પડે ત્યારે સમજદારીપૂર્વક દારૂ પીરસવાનું કહેવામાં આવ્યું છે. તો બીજી તરફ આ સમગ્ર મામલે કર્મચારીઓના સંગઠનોએ ડીજીસીએને પાયલોટનું લાઈસન્સ સસ્પેન્ડ કરવાની માગ કરી છે.