એર ઈન્ડિયાની ફ્લાઈટનું રાજસ્થાનના ઉદયપુરમાં ઈમરજન્સી કરાયું લેન્ડિંગ, કારણ જાણીને તમે પણ ચોંકી જશો


  • Published By :
  • Published Date : 2023-07-17 21:13:37

રાજસ્થાનના ઉદયપુરમાં એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ યાત્રીના મોબાઈલ ફોનની બેટરીમાં બ્લાસ્ટ થવાના કારણે ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાયું છે. આ ફ્લાઈટ ફ્લાઈટમાં લગભગ 140 મુસાફરો હતા, ફ્લાઈટ ઉદયપુરથી દિલ્હી જઈ રહી હતી  અને હવામાં હતી ત્યારે બ્લાસ્ટ થયો હતો. વિસ્ફોટ થતાં જ મુસાફરો ગભરાઈ ગયા, તરત જ ક્રૂ મેમ્બરોએ ચાર્જ સંભાળ્યો અને ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ઉદયપુરના ડબોક એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ દરમિયાન કેટલાક મુસાફરોને પ્લેનમાંથી નીચે ઉતારવામાં આવ્યા ત્યાર બાદ ફ્લાઈટનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. બધુ યોગ્ય હોવાનું જણાયા બાદ ફ્લાઈટે દિલ્હી તરફ રવાના કરવામાં આવી હતી. 


મોબાઈલ ફોનની બેટરીમાં બ્લાસ્ટથી ફફડાટ


આ ઘટના એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર-470 માં બની હતી. સોમવારે આ ફ્લાઇટ બપોરે 3 વાગ્યે ઉદયપુરથી દિલ્હી માટે ટેકઓફ થઈ હતી. ટેકઓફ કર્યાના થોડા સમય બાદ મોબાઈલ ફોનની બેટરી ફાટી ગઈ હતી. મળતી માહિતી મુજબ એક મુસાફરના મોબાઈલ ફોનની બેટરીમાં બ્લાસ્ટ થયો હતો. જેના કારણે ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ એરપોર્ટ પર ફ્લાઈટની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી અને એર ઈન્ડિયાના એન્જિનિયરોની ટીમે ફ્લાઈટની સંપૂર્ણ ટેકનિકલ તપાસ પણ કરી હતી. અત્યાર સુધીના ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે ફ્લાઇટની અંદર કોઈ પેસેન્જરના મોબાઈલ ફોનની બેટરી ફાટવાના કારણે ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હોય. બેટરીના વિસ્ફોટને કારણે ફ્લાઈટની અંદર આગ પણ લાગવાની સંભાવના હતી જોકે સદનસિબે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ નહોતી.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?