મસ્કતમાં એર ઈન્ડિયાના વિમાનના એન્જિનમાં આગ, તમામ મુસાફરો સુરક્ષિત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-14 17:02:40

એર ઈન્ડીયાની ફ્લાઈટ સાથે ઓમાનની રાજધાની મસ્કતમાં એક મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ. મસ્કત એરપોર્ટ પરથી કેરળના કોચી તરફ આવી રહેલી એર ઈન્ડીયાના વિમાનના એન્જિનમાં આગ લાગી હતી જેને કારણે ફ્લાઈટમાં ધૂમાડો ફેલાયો હતો. ફ્લાઈટમાં 145 લોકો મુસાફરી કરી રહ્યા હતા જેમાં 4 નવજાતનો પણ સમાવેશ થતો હતો. તમામ પ્રવાસીઓ સલામત છે અને કોઈ પણ પ્રકારની નુકશાનીની સમાચાર નથી. 


ફ્લાઈટમાંથી 145 પ્રવાસીઓને બહાર કઢાયા 


આગ લાગી ત્યારે ફ્લાઈટમાં 145 પ્રવાસીઓ મુસાફરી કરી રહ્યા હતા. આ પ્રવાસીઓ કોચી આવી રહ્યાં હતા. 145 પ્રવાસીઓમાં 4 નવજાત પણ હતા. ધુમાડો નીકળ્યા બાદ સ્લાઇડ પર એર ઇન્ડિયા એક્સપ્રેસના પ્લેનમાંથી મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. બાદમાં મુસાફરોને ટર્મિનલની બિલ્ડિંગમાં શિફ્ટ કરી દેવાયા હતા. 


વિમાનમાં આગનું કારણ શું?


ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનએ તેના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે વિમાનનાં બે નંબરના એન્જીનમાં આગના લાગી હતી. વિમાન ટેક ઓફ કરવા માટે એરપોર્ટના રન-વે પર જઈ રહ્યું હતું ત્યારે જ આગ લાગી હતી. ડિજીસીએ તાત્કાલિક પગલા લઈ 145 ભારતીય પ્રવાસીઓ માટે બીજી ફ્લાઈટની વ્યવસ્થા કરી હતી. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે