અબુધાબીથી કલીકટ જઈ રહેલી ઈંડિયા એક્સપ્રેસની ફ્લાઈટનું ઈમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ ફ્લાઈટ ઉડાન ભરી રહી હતી તે દરમિયાન એન્જિનમાં આગ લાગી હતી જેને કારણે ફ્લાઈટનું અબુધાબીમાં લેન્ડિંગ કરાવાયું હતું. આ વિમાનમાં મુસાફરી કરી રહેલા મુસાફરો સુરક્ષિત છે. એર ઈંડિયા એક્સપ્રેસે આ અંગે નિવેદન આપ્યું છે.
અબૂધાબી ખાતે કરાયું પ્લેનનું લેન્ડિંગ
એર ઈંડિયા એક્સપ્રેસની ફ્લાઈટ જે અબુ ધાબીથી કલીકટ જઈ રહી ફ્લાઈટના એન્જિનમાં એકાએક આગ લાગી હતી. ટેક ઓફ દરમિયાન આ ઘટના બની હતી જેને કારણે પ્લેનને ફરી લેન્ડ કરી દેવાયું હતું. ફ્લાઈટ નં. IX348નું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ અંગે ભારતની નાગરિક ઉડ્ડયન મંત્રાલયે પણ નિવેદન જાહેર કર્યું હતું.
ફ્લાઈટમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત
આ અંગે એર ઈંડિયા એક્સપ્રેસ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે જેમાં જણાવાયું હતું કે અબૂ ધાબીથી કાલીકટ જઈ રહેલી એર ઈંડિયા એક્સપ્રેસની ફ્લાઈટના એક એન્જીનમાં આગ લાગી હતી જે બાદ ફ્લાઈટનું સેફ લેન્ડિંગ અબૂ ધાબી ખાતે કરવામાં આવ્યું હતું. આ ફ્લાઈટમાં 184 મુસાફરો સવાર હતા જે તમામે તમામ સુરક્ષિત છે.