કોઈ એરલાઈન્સ કંપની કોઈ રાજ્યના ગવર્નરને ફ્લાઈટમાં યાત્રા કરવાનો ઈન્કાર કરી શકે? હા આવી ઘટના બની છે, એર એશિયાના કર્મચારીઓએ કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગહલોતને વિમાનમાં પ્રવેશ કરતા અટકાવતા હોબાળો મચી ગયો છે. કર્ણાટક રાજ ભવને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા, કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ અને એરએશિયાને પત્ર લખીને તેને રાજ્યપાલના પ્રોટોકોલના ઉલ્લંઘનનો મામલો ગણાવ્યો છે. આ મુજબ, ગુરુવારે રાજ્યપાલ ગેહલોત બેંગ્લોરથી હૈદરાબાદની ફ્લાઈટમાં ચઢવા માટે ટેકઓફના 15 મિનિટ પહેલા એરપોર્ટ પર પહોંચી ગયા હતા, તેમ છતાં તેમને પ્લેનમાં બેસવાની મંજૂરી આપવામાં આવી ન હતી.
સમગ્ર ઘટના શું છે?
સરકારી સૂત્રોનું કહેવું છે કે આ એરલાઈન્સના કારણે ગવર્નર માટે ખૂબ જ શરમજનક સ્થિતિ ઊભી થઈ છે. થાવરચંદ ગેહલોત બેંગલુરુથી હૈદરાબાદ જતી એર એશિયાની 2.05 દિવસની ફ્લાઈટ I5-972માં સવાર થવાના હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યપાલ સવારે 1.50 વાગ્યે એરપોર્ટના વીઆઈપી લોન્જમાં પહોંચ્યા હતા. થોડો સમય રેસ્ટરૂમમાં રહ્યા બાદ તેમને એરક્રાફ્ટમાં લઈ જવામાં આવ્યા હતા. સમયસર પહોંચવા છતાં એરલાઈન્સ સ્ટાફે પ્લેનનો દરવાજો બંધ હોવાનું કહીને તેમને ચઢવા ન દીધા. ગવર્નર 2:06 વાગ્યે ફ્લાઇટમાં પહોંચ્યા, જ્યારે ફ્લાઇટનો નિર્ધારિત ટેક-ઓફ સમય 2:05 હતો. જોકે, પ્લેનના દરવાજા ખુલ્લા હતા. આમ છતાં, ઘણી વિનંતીઓ પછી પણ તેમને ફ્લાઈટમાં બેસવાની મંજૂરી આપવામાં આવી ન હતી. એટીસી અને ફ્લાઇટ એટેન્ડન્ટએ રાજ્યપાલને વિમાનમાં પ્રવેશવા ન દેતા હોબાળો મચી ગયો હતો.
એર એશિયા ખેદ વ્યક્ત કર્યો
રાજ્યપાલને એક કાર્યક્રમના સંબંધમાં હૈદરાબાદ થઈને રાયચુર જવાનું હતું. લગભગ 90 મિનિટ પછી તેમને હૈદરાબાદ જતી બીજી ફ્લાઈટમાં જગ્યા આપવામાં આવી. એરએશિયાએ આ મામલે તપાસ શરૂ કરી છે. આ ઘટના અંગે ઊંડો ખેદ વ્યક્ત કરતા તેમણે કહ્યું છે કે સંપૂર્ણ તપાસ બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.