Gujarat Loksabhaની આ બેઠકો પર AIMIM ઉતારશે ઉમેદવાર મેદાનમાં, Bharuch Loksabhaના ઉમેદવાર કોના વોટ કાપશે?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-26 18:21:26

લોકસભાની ચૂંટણીની તૈયારીઓમાં દરેક રાજકીય પક્ષ લાગી ગયો છે. ચૂંટણીને લઈ ઉમેદવારોના નામની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. ચૂંટણીને લઈ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન કરવામાં આવ્યું છે. ત્યારે આ લોકસભાની અનેક બેઠકો પર AIMIM પોતાના ઉમેદવાર ઉતારશે... ઉમેદવારોના નામની જાહેરાત થોડા સમય બાદ કરવામાં આવશે.. 


AIMIM ગુજરાતની બે બેઠકો પર ઉમેદવાર ઉભા રાખશે!

દર પાંચ વર્ષે એક વખત લોકશાહીનો તહેવાર આવતો હોય છે. આ તહેવારમાં લોકો મતદાન અધિકારનો ઉપયોગ કરી સરકારને ચૂંટે છે. આ વર્ષે લોકસભા ચૂંટણી યોજાવાની છે અને ચૂંટણીને લઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ગુજરાતની 26 બેઠકો માટે રાજકીય પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી રહી છે અથવા તો થઈ ગઈ છે. આવનારી લોકસભાની ચૂંટણીઓ માટે અસદુદ્દીન ઓવૈસીની એન્ટ્રી થઈ ચુકી છે . અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM ગુજરાતની ગાંધીનગર અને ભરૂચ લોકસભા બેઠક પર પોતાના ઉમેદવાર ઉભા રાખશે. આ ઉમેદવારો થોડા સમય પછી જાહેર કરશે. મહત્વનું છે કે એક બેઠક પર આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસે ગઠબંધન કર્યું છે.  


AIMIMએ જણાવ્યું શા માટે ઉમેદવારને ઉતારવામાં આવે છે? 

વાત એમ છે , ગાંધીનગર લોકસભા બેઠક પરથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ લડી રહ્યા છે. જ્યારે ભરુચ પરથી BJPના ઉમેદવાર  મનસુખ વસાવા છે તો સામે ઇન્ડિયા ગઠબંધન તરફથી ચૈતર વસાવા લડી રહ્યા છે . AIMIM પાર્ટીએ આ ઉમેદવારો ઉતારવા પર એવો તર્ક આપ્યો છે કે , આ બંને બેઠક પર મુસ્લિમ સમાજની સંખ્યા વધારે છે. આપને જણાવી દઈએ કે ગુજરાતમાં AIMIMના પ્રદેશ પ્રમુખ જમાલપુરના પૂર્વ ધારાસભ્ય બિર કાંબલીવાળા છે. AIMIM પાર્ટીએ વધુમાં જણાવ્યું છે કે , આ લોકસભાના પરિણામ જે પણ હોય અમે આ ચૂંટણીઓથી AIMIMની કેડર મજબૂત કરવા માંગીએ છીએ. આ બાદ અમે ગાંધીનગર કોર્પોરેશનના એલેકશન્સ ૨૦૨૬ , અને ગુજરાત વિધાન સભાની ચૂંટણીઓ ૨૦૨૭ માં ઝંપલાવીશું. 


મુસ્લિમ રાજનીતિ અંગે વાત કરીએ તો.. 

ગુજરાત તેમજ દેશમાં અનેક સમુદાયો વસેલા છે અને તે સમુદાયોની અસર રાજનીતિ પર પડતી હોય છે. આપણે ગુજરાતની મુસ્લિમ રાજનીતિનો પણ થોડો અભ્યાસ કરીએ... ગુજરાતની કુલ વસ્તીના ૧૦ ટકા મુસ્લિમ છે , તેઓ ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકોમાંથી ૧૮ બેઠકો પર અસર પાડી શકે છે. તેઓ આઝાદી બાદથી રાજ્યમાં કોંગ્રેસ તરફી રહ્યા છે. 1980ના વિધાનસભા ચૂંટણીઓમાં તો ૧૭ મુસ્લિમ ઉમેદવારો લડ્યા હતા અને 12 ઉમેદવારો MLA તરીકે ચૂંટાયા હતા. પછી ધીરે ધીરે તેમનું પ્રભુત્વ ઓછું થતું ગયું, હવે તો 2022ની વિધાનસભાની ચૂંટણીઓમાં માત્ર એક જ મુસ્લિમ MLA છે ઇમરાન ખેડાવાળા કે જેઓ અમદાવાદની જમાલપુર ખાડિયા બેઠક પરથી ચૂંટાયા છે . 


બીજેપીએ અત્યાર સુધીમાં માત્ર એક ઉમેદવારને આપી છે ટિકીટ!    

મુસ્લીમ મંત્રીની વાત કરીએ તો છેલ્લે દિલીપ પરીખની સરકાર વખતે ઉસ્માનગની દેવડીવાળા ૧૯૯૭માં રાજ્યકક્ષાના મંત્રી બન્યા હતા. આ તરફ BJPએ અત્યારસુધી માત્ર એક મુસ્લિમ ઉમેદવારને ૧૯૯૮ની વિધાનસભાઓની ચૂંટણીઓમાં ભરૂચ જિલ્લાની વાગરા વિધાનસભા પરથી ટિકિટ આપી હતી તેમનું નામ હતું કુરેશી અબ્દુલગની અબ્દુલ્લાભાઈ. તેઓ કોંગ્રેસના ઇકબાલ ઇબ્રાહિમ પટેલ સામે હારી ગયા હતા. ત્યારે જોઈએ આ વખતની ચૂંટણીમાં મુસ્લિમ કયા પક્ષને સાથ આપે છે?.. 



ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...

મણિપુરમાં આટલા સમય બાદ પણ શાંતિ નથી સ્થપાઈ..... અનેક લોકોના મોત આ હિંસામાં થઈ ગયા છે.. શનિવારે ફરી ત્યાં હિંસા ફાટી નીકળી હતી જેમાં પણ લોકો મોતને ભેટ્યા છે.... મણિપુરને લઈ સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે...