ગુજરાત વિધાનસભાની ચુંટણીના પડઘમ વાગી રહ્યા છે. ચૂંટણીની તારીખો પણ જાહેર થઈ ગઈ છે. આ વખતે બે નવા પક્ષો AAP અને AIMIM પણ ચૂંટણી મેદાનમાં છે. ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના નેતા અસદુદ્દીન ઓવૈસી પણ તેમની પાર્ટી AIMIMના ઉમેદવાર માટે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. તેમણે રવિવારે રાત્રે સુરતમાં એક ચૂંટણી સભામાં હાજરી આપી હતી. જો તે તે વખતે તેમના વિરોધમાં કાળા વાવટા અને ‘મોદી-મોદી’ ના નારા લગાવવામાં આવ્યા હતા.
#WATCH | Black flags shown and 'Modi, Modi' slogans raised by some youth at a public meeting addressed by AIMIM MP Asaduddin Owaisi in Gujarat's Surat yesterday pic.twitter.com/qXWzxvUc5V
— ANI (@ANI) November 14, 2022
યુવાનોએ મોદી-મોદીના નારા લગાવ્યા
#WATCH | Black flags shown and 'Modi, Modi' slogans raised by some youth at a public meeting addressed by AIMIM MP Asaduddin Owaisi in Gujarat's Surat yesterday pic.twitter.com/qXWzxvUc5V
— ANI (@ANI) November 14, 2022હૈદરાબાદથી AIMIMના સાંસદ અસદુદ્દીન ઓવૈસી સ્ટેજ પર આવ્યા તે વખતે જ સભામાં હાજર રહેલા કેટલાકકેટલાક યુવાનોએ નરેન્દ્ર મોદીના સમર્થનમાં મોદી-મોદીના નારા લગાવ્યા અને હોબાળો શરૂ કર્યો. ઓવૈસીની મુલાકાતના વિરોધમાં તેઓએ કાળા ઝંડા પણ લહેરાવ્યા હતા. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ યુવાનોમાં કેટલાક મુસ્લિમો પણ હતા. આ યુવાનોમાંથી કેટલાકે કાળા વાવટા પણ ફરકાવ્યા હતા.