AIADMKએ BJP સાથે છેડો ફાડ્યો, કાર્યકરોએ ફટાકડા ફોડી જસ્ન મનાવ્યો, શા માટે તુટ્યું ગઠબંધન, જાણો


  • Published By :
  • Published Date : 2023-09-25 20:18:16

તમિલનાડુની અગ્રણી રાજકીય પાર્ટી ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (AIADMK)એ ભાજપના નેતૃત્વવાળા નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) સાથે છેડો ફાટવાની જાહેરાત કરી છે.આજે પાર્ટીએ એક પ્રસ્તાવ પસાર કર્યો હતો. અન્નાદ્રુમુક  (AIADMK)ના નેતાઓની બેઠક બાદ પાર્ટીના ડેપ્યુટી કોઓર્ડિનેટર કેપી મુનુસામીએ કહ્યું, "AIADMK આજથી બીજેપી અને NDA સાથેના તમામ સંબંધો તોડી રહી છે." ભાજપ સાથે ગઠબંધન તોડ્યા બાદ AIADMK કાર્યકરોએ ફટાકડા ફોડી જસ્ન મનાવ્યો હતો. ઉલ્લેખનિય છે કે દક્ષિણના રાજ્યોમાં AIADMK ભજપનો સૌથી જુનો સહયોગી પક્ષ હતો.લોકસભા ચૂંટણી પહેલા ભાજપ અને AIADMK ગઠબંધન તુટતા ભાજપને સૌથી મોટો ઝટકો લાગ્યો છે. 


શા માટે છેડો ફાડ્યો?


ભાજપ સાથે ગઠબંધન તોડવા અંગે AIADMKએ જણાવ્યું કે ભાજપના નેતાઓ છેલ્લા એક વર્ષથી સતત અમારા નેતાઓ, અમારા મહાસચિવ ઈપીએસ( એડાપડ્ડી પલાનીસ્વામી) અને અમારા કાર્યકર્તાઓ પર બિનજરૂરી નિવેદનો આપી રહ્યા હતા, આજની બેઠકમાં ગઠબંધન તોડવાનો એક પ્રસ્તાવ સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યો છે. તે ઉપરાંત AIADMK ડેલિગેશને તાજેતરમાં દિલ્હીની મુલાકાતે આવ્યું હતું. આ પ્રતિનિધિમંડળે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ સાથે મુલાકાત કરી હતી. આ સમય દરમિયાન, પાર્ટીએ બીજેપી પ્રદેશ અધ્યક્ષ અન્નામલાઈ દ્વારા આપવામાં આવેલા નિવેદન માટે માફીની માંગ કરી હતી. ખરેખર, સનાતન મઝહબ વિવાદ દરમિયાન બીજેપીના પ્રદેશ પ્રમુખ અન્નામલાઈએ અન્નાદુરાઈ વિશે ટિપ્પણી કરી હતી. જેનાથી AIADMK નેતાઓ નારાજ હતા.



બાળપણ... જીવનનો એક એવો phase જે આપણને યાદ રહી જાય છે.. બાળપણનું નામ સાંભળતા જ આપણા ચહેરા પર એક અલગ સ્માઈલ આવી જાય.. જૂની યાદો તાજા થઈ જાય.. બાળપણ આખું યાદ આવી જાય.

ગુજરાતમાં ફરી એકવાર ચૂંટણીનો માહોલ છવાઈ રહ્યો છે.... ત્રણેય પક્ષોએ તૈયારીઓ શરુ કરી દીધી છે... ત્રણ એટલા માટે કે આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવાર ઉતારશે એવી ચર્ચા છે... એટલે આપ અને કોંગ્રેસનું ગઠબંધન તૂટશે એવુ કહી શકાય છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફિટ ઈન્ડિયા, ફિટ મીડિયા કેમ્પેઈનનો શુભારંભ કરાવ્યો હતો.. રેડ ક્રોસ ભવનની બાજુમાં આવેલા ખાદી ગ્રામોદ્યોગ ભવનના પરિસરમાં કરવામાં આવ્યો હતો..

આજે ચૂંટણી પંચ દ્વારા વાવ વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણીની જાહેરાત કરી છે.. 13 નવેમ્બરે વાવ બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે જેનું પરિણામ 23 નવેમ્બરે આવવાનું છે..