AIADMKએ NDA સાથે ગઠબંધન તોડવાની કરી જાહેરાત, એકલા હાથે લડશે ચૂંટણી, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-26 10:43:50

2024માં લોકસભા ચૂંટણી યોજાવાની છે.આ સમય દરમિયાન રાજકીય પાર્ટીઓ ગઠબંધન કરી પોતાના સંગઠનને મજબૂત કરતા હોય છે પરંતુ એનડીએને ચૂંટણી પહેલા બહુ મોટો ફટકો પડ્યો છે. વાત આમ તો તમિલનાડુની જ છે પરંતુ આ ફટકો એનડીએને ભારે પડી શકે છે. તમિલનાડુમાં ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ એટલે કે AIADMKએ સોમવારે NDA સાથે કરેલું ગઠબંધન તોડવાની જાહેરાત કરી છે. AIADMK હવેથી એનડીએ ગઠબંધનનો હિસ્સો નથી તેવી જાહેરાત ગઈકાલે કરવામાં આવી હતી. 


ગઠબંધન તોડવાનું આ છે કારણ!

AIADMK હવે NDA એટલે કે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સનો ભાગ નથી. તેની ઔપચારિક જાહેરાત 25 સપ્ટેમ્બરે થઈ હતી. પાર્ટી વતી, એવું કહેવામાં આવ્યું હતું કે રાજ્યમાં ભાજપના નેતાઓ છેલ્લા એક વર્ષથી ભૂતપૂર્વ AIADMK નેતાઓ, પાર્ટીના મહાસચિવ ઈડાપ્પડી કે પલાનીસ્વામી (EPS) અને કાર્યકરો વિશે ટિપ્પણીઓ કરી રહ્યા છે. તમિલનાડુમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ કે. અન્નામલાઈના તાજેતરના નિવેદનોથી AIADMK નારાજ છે અને ગઠબંધન તોડવાની વાત પહેલેથી જ કહેવામાં આવી હતી.


શું કહ્યું AIADMKના પ્રવક્તાએ 

આ અંગેની જાહેરાત કરતા પાર્ટીના ડેપ્યુટી કોઓર્ડિનેટર કેપી મુનુસામીએ કહ્યું હતું કે AIADMK હવેથી ભાજપ અને NDA સાથેના તમામ સંબંધો તોડી રહી છે. ભાજપના લોકો છેલ્લા એક વર્ષથી પાર્ટીના નેતાઓ, ખાસ કરીને મહાસચિવ ઈ. પલાનીસામી વિરુદ્ધ નિવેદનો આપી રહ્યા છે. AIADMK પ્રવક્તા શશિરેખાએ કહ્યું- અમે સભ્યોના અભિપ્રાયના આધારે આ પ્રસ્તાવ લાવ્યા છીએ. AIADMK માટે આ આનંદની ક્ષણ છે. આગામી લોકસભા કે વિધાનસભાની ચૂંટણી અમે સ્વબળે લડીશું.


ગઠબંધન બાદ ભાજપે આપી પ્રતિક્રિયા 

ગઠબંધન તૂટ્યા બાદ ભાજપ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે.  બીજેપીના પ્રદેશ અધ્યક્ષ કે અન્નામલાઈને AIADMK સાથે ગઠબંધન તોડવા અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે તેઓ આ અંગે પછી નિવેદન આપશે. 



અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.