અમદાવાદ રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 6 લેનનો બનાવવા માટે 3 હજાર 350 કરોડના ખર્ચે કરવામાં આવશે.આ માર્ગ બનવાની સાથે આ રોડ પર જતાં મુસાફરોના સમયમાં 30 થી 45 મિનિટનો ઘટાડો થશે જયારે 10 થી 15 ટકા ઇંધણની બચત થશે તેમ સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું છે. આજે વિધાનસભામાં અમદાવાદ રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ અંગે વિગતો આપતા મંત્રી જગદીશ વિશ્વકર્માએ કહ્યું કે 3350 કરોડના ખર્ચ તૈયાર થનાર આ હાઇવેનું 98 ટકા કામ પૂર્ણ થયું છે અત્યાર સુધીમાં 201.33 કિલોમીટર લાંબા આ રાષ્ટ્રીય ધોરી માર્ગનું પ્રથમ તબક્કાનું 197 કિલોમીટર રોડના કામ માંથી 193 કિલોમીટર રોડનું કામ પૂર્ણ થયું છે.અમદાવાદ રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કુલ 38 ફ્લાયઓવર -અંડરપાસ સ્ટ્રક્ચર બનાવવામાં આવશે જેમાંથી અત્યાર સુધીમાં 34 ફ્લાયઓવર-સ્ટ્રક્ચરની કામગીરી પૂર્ણ થઈ છે. હજી 4 સ્ટ્રક્ચરની કામગીરી ચાલી રહી છે.
આ ધોરી માર્ગ ઉપર વારંવાર થતાં અકસ્માતના 34 બ્લેક પોઈન્ટને શોધી કાઢી તેમાંથી 31 એવા પોઈન્ટને હટાવવા આવ્યા છે. વર્ષ 2019 થી અત્યાર સુધીમાં અકસ્માતની ઘટનાઓમાં 41 ટકાનો ઘટાડો થયો હોવાનું તેમણે જણાવાયું હતું. વર્ષ 2023 થી અમદાવાદ -રાજકોટ રાષ્ટ્રીય ધોરી માર્ગ માટે કરીને ખેડૂતો પાસેથી જમીન સંપાદન શરૂ કરાયું હતું પરંતુ હજી પણ રોજિંદા અવરજવર કરતાં લોકો અમદવાદ રાજકોટ રાષ્ટ્રીય માર્ગને 6 લેન શરૂ થાય તેની રાહ જોઈએ રહ્યા છે.