ભારતના અનેક પરિવારો એવા હશે જેમના પરિવારજન વિદેશ વસતા હશે. પરંતુ વિદેશથી અનેક વખત એવા સમાચારો સામે આવતા હોય છે જેમાં ભારતીય લોકોની હત્યા કરવામાં આવી હોય. અનેક ભારતીયોની હત્યા વિદેશની ધરતી પર થઈ છે. ત્યારે વધુ એક ગુજરાતીની મોત અમેરિકામાં થઈ છે. મેમનગરમાં રહેતા હિરેન ગજેરાની ત્રાસવાદીઓએ હત્યા કરી દીધી હોય તેવા સમાચાર આવતા પરિવારમાં શોક છવાઈ ગયો છે. એવી માહિતી સામે આવી રહી છે કે હિરેનનું પહેલા ત્રાસવાદીઓએ અપહરણ કર્યું અને બાદમાં પૈસાની ખંડણી કરવામાં આવી. તેમની માગ સ્વીકારવામાં પણ આવી પરંતુ ત્રાસવાદીઓએ હિરેન ગજેરાની હત્યા કરી દીધી અને તેના મૃતદેહને નદીમાં ફેંકી દીધો હતો.
વધુ એક ભારતીયની થઈ હત્યા
વિદેશમાં વસવાની ઘેલછા અનેક ભારતીયોના દિલમાં જાગી રહી છે. વિદેશ જઈ સારી કમાણી કરશે અને ફ્યુચર સેટ કરશે તેવી ઈચ્છા સાથે અનેક ભારતીયો વિદેશ જતા હોય છે. પરિવાર પણ હરખભેર તેમને વિદેશ મોકલે છે. પરંતુ ઘણી વખત એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં ભારતીયોની હત્યા કરવામાં આવી હોય. વિદેશ જવાની લાલસામાં અનેક ભારતીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે ત્યારે વિદેશની ધરતી પર વધુ એક ભારતીયની હત્યા થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે.
ગજેરા પરિવારે ગુમાવ્યો સભ્ય
મહત્વનું છે ગુજરાતમાં પણ એવા અનેક પરિવારો છે જેમના પરિવારજન વિદેશમાં વસતા હશે. લોકો માને છે કે જો તેમના પરિવારનો કોઈ સભ્ય વિદેશમાં હશે તો તેની પ્રતિષ્ઠતા વધશે. ગુજરાતના અમદાવાદના મેમનગરમાં રહેતા ગજેરા પરિવારે પોતાનો દીકરો ગુમાવ્યો છે. પરિવારમાં શોક વ્યાપી ઉઠ્યો છે. 2006માં અમેરિકામાં સ્થાયી થવા માટે ગયા હતા. 2006થી 2014 સુધી અમેરિકાના એમ્પાલમ શહેરમાં રહ્યા હતા.2014થી 2022 સુધી તેઓ અમદાવાદમાં રહ્યા હતા. માર્ચ 2022માં તેઓ ઈક્વાડોર પરત ફર્યા હતા.
ત્રાસવાદીઓએ હત્યા કરી મૃતદેહ નદીમાં ફેંક્યો
જે પ્રમાણે આ ઘટના અંગે માહિતી મળી રહી છે તે મુજબ ત્રાસવાદીઓએ પહેલા હિરેન ગજેરાનું અપહરણ કર્યું. બંધક બનાવ્યા બાદ પૈસાની માગણી કરી. 1 લાખ યુએસ ડોલર અથવા તો 70 કિલો ડ્રગ્સ તેમને આપવામાં આવશે ત્યારે તે હિરેનને છોડશે. આ મામલે નેગોશિયેશન કરવામાં આવ્યું છે 20 હજાર ડોલર લેવા માટે ત્રાસવાદીઓ તૈયાર થઈ ગયા પરંતુ શરત મૂકી કે પૈસા આપવા હિરેનની પત્ની આવશે. તે શરત પણ હિરેનના પરિવારે માની લીધી તેમ છતાંય ત્રાસવાદિઓએ હિરેનને છોડ્યો નહી. હિરેનની હત્યા કરી તેની લાશને નદીમાં ફેંકી દીધી.