આપણામાંથી અનેક લોકો હશે જે નિયમોનું પાલન કરતા હશે તો બીજી તરફ અનેક લોકો કાયદાનું પાલન નથી કરતા. અનેક વખત કાયદાનું પાલન કરવાનું રહી જાય છે કાં તો જાણી જોઈને નથી કરતા. લોકોને કાયદાનું ભાન થાય અને તેનો અમલ કરે તે માટે દંડ પણ ફટકારવામાં આવે છે. કાયદાનું ઉલ્લંઘન કરીએ છીએ ત્યારે મેમો આપણા ઘરે આવી જાય છે. અનેક લોકોને હજી સુધી મેમો ઘરે આવ્યો હશે, કોઈએ દંડની રકમ ભરી હશે તો કોઈએ નહીં ભરી હોય. ત્યારે એક મીડિયા રિપોર્ટ સામે આવ્યો છે જેમાં ટ્રાફિકના નિયમનો ભંગ કરવા બદલ અમદાવાદીઓએ કેટલો દંડ ભર્યો છે તેની માહિતી આપવામાં આવી છે.
અનેક લોકો માને છે કે કાયદો તોડવા માટે બનાવ્યો છે!
એક વર્ગ એવો છે જે માને છે કે કાયદો બન્યો છે તો તેનું પાલન થવું જોઈએ. તો બીજી બાજુ આપણામાંથી જ અનેક લોકો એવું માનતા હશે કે નિયમ તોડવા માટે જ બનાવવામાં આવે છે. નિયમને કેવી રીતે તોડવો તે અંગે લોકો વિચારતા હોય છે. નિયમોની વાત નથી કરવી પરંતુ નિયમો તોડ્યા બાદ મળતા દંડની કરવી છે. વાહનો ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું જોઈએ, ગાડી ચલાવતી વખતે સિટ બેલ્ટ બાંધવો જોઈએ, ઓવરસ્પીડમાં વાહન ન ચલાવવું જોઈએ, રોંગ સાઈડ ડ્રાઈવિંગ કરવાથી અકસ્માત થવાની સંભાવના વધતી જાય છે તેવા નિયમો છે તે આપણે જાણીએ. ત્યારે અમદાવાદીઓએ કરોડોનો દંડ ભર્યો છે તેવી માહિતી એક મીડિયા રિપોર્ટમાં આપવામાં આવી છે.
કાયદો ભંગ કરવા બદલ અમદાવાદીઓએ ભર્યો આટલા કરોડનો દંડ!
અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. હેલ્મેટ ન પહેરવાને કારણે, રોંગ સાઈડ આવવાને કારણે તો કોઈ વખત સિટ બેલ્ટ ન પહેરવાને કારણે અકસ્માતો સર્જાય છે. આ નિયમો આપણી સુરક્ષા માટે બનાવવામાં આવ્યા છે પરંતુ અનેક લોકો આનું પાલન નથી કરતા. નિયમ ભંગ કરવા બદલ અમદાવાદીઓએ કરોડો રૂપિયાનો દંડ છેલ્લા એક વર્ષમાં ભર્યો છે તેવી માહિતી સામે આવી છે. મળતી માહિતી અનુસાર અમદાવાદમાં સીટબેલ્ટ ન પહેનાર 36000 લોકો ઝડપાયા છે જ્યારે રોંગ સાઈડ પર આવવા વાળા 6 હજારથી વધુ લોકો ઝડપાયા છે. હેલ્મેટ પહેર્યા વગર ડ્રાઈવ કરતા 9 હજાર લોકો ઝડપાયા છે. મળતી માહિતી અનુસાર નિયમો ભંગ કરવા બદલ પોલીસે 183 કરોડ જેટલાનો દંડ વસૂલ કર્યો છે
અમદાવાદમાં માતાએ પુત્ર વિરૂદ્ધ કરી ફરિયાદ!
એવું કહેવામાં આવે છે કે મોટાઓનું જોઈને બાળક શીખે છે. મોટા જેવું વર્તન કરે છે તેવું વર્તન બાળક પણ કરે છે. જો આપણે જ કાયદાનું પાલન નહીં કરતા હોઈએ તો આપણું બાળક કાયદાનું પાલન કરશે તેવું માનવું કદાચ ખોટું હશે. થોડા દિવસો પહેલા એક સમાચાર આવ્યા હતા જેમાં પતિએ પત્ની અને સાઢુભાઈ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરી કારણ કે તેમણે 10 વર્ષના બાળકને ગાડી ચલાવવા આપી હતી. તે બાદ આજે આવો કિસ્સો અમદાવાદમાં બન્યો છે. માતાએ પોતાના પુત્ર વિરૂદ્ધ ઓવરસ્પીડિંગ કરવા બદલ પોલીસ ફરિયાદ કરી છે તેવી માહિતી સામે આવી છે.