અમેરિકા જવાની લ્હાયમાં અમદાવાદનું દંપતી ઈરાનમાં ફસાયું, પાકિસ્તાની અપહરણકારોએ યુવક પર બ્લેડના ઘા મારી લાખોની ખંડણી માંગી


  • Published By :
  • Published Date : 2023-06-19 22:55:08

અમેરિકા જવાની લ્હાયમાં લોકો મોટી મુશ્કેલીમાં મુકાઈ જતા હોવાના સમાચારો અવારનવાર સાંભળવા મળે છે. અમદાવાદનું એક દંપતી અમેરિકા જવાની આવી જ  ગાંડી ઘેલસામાં રૂવાંટા ઉભા કરી દે તેવી યાતનાનો સામનો કરી રહ્યું છે. આ ઘટનાની વિગત એવી છે કે અમદાવાદ શહેરના નવા નરોડા વિસ્તારમાં રહેતા પંકજ પટેલ અને તેમની પત્ની નિશાબહેને થોડા સપ્તાહ પૂર્વે ગેરકાયેદસર રીતે અમેરિકા જવા માટે ગાંધીનગરના એક એજન્ટ અભય રાવલનો સંપર્ક કર્યો હતો. ગાંધીનગર સરગાસણ ખાતેના આ એજન્ટ સાથે 1.15 કરોડમાં અમેરિકા જવાનું નક્કી કર્યું હતું. 


દંપતીનું ઈરાનમાં અપહરણ થયું


અમદાવાદના આ દંપતીને પહેલા હૈદરાબાદ લઈ જવામાં આવ્યાં હતાં. ત્યાંથી બીજો એજન્ટ  દ્વારા તેમને વાયા દુબઈ, ઈરાન થઈને અમેરિકા મોકલવામાં આવશે તેવું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે આ દંપત્તી અમેરિકા પહોંચે  તે પહેલાન ઈરાનની રાજધાની તહેરાનમાં તેમનું અપહરણ થયું હતું.પંકજ પટેલ અને તેમની પત્ની તેમજ એજન્ટ શાકીબનો ભાઈ ઈરાન પહોંચ્યા ત્યારબાદ પાકિસ્તાની એજન્ટે ત્રણેયને બંધક બનાવી લીધા છે. તહેરાનમાં કોઈ સ્થળે બંધક બનાવીને દંપતી સહિત ત્રણેય લોકોને ડરાવી પાકિસ્તાની એજન્ટે તેના સાગરીતો સાથે મળી યાતના આપવાનું શરૂ કર્યું છે. પ્રથમ પંકજ પટેલનો અર્ધનગ્ન અવસ્થામાં વીડિયો બનાવ્યા બાદ પીઠમાં બ્લેડના સંખ્યાબંધ ચીરા મારીને આ ફૂટેજ અપહ્યુતના પરિવારજનોને મોકલવામાં આવ્યા છે. બંધકોને છોડવા માટે પાકિસ્તાની શખ્સે લાખો રૂપિયાની ખંડણી માગી છે અને જો તે ન મળે તો તેમની અતિ ગંભીર હાલત કરવાની પણ ધમકી આપી છે. આ વીડિયોમાં દર્દમાં કણસતો, બૂમો પાડતો યુવક અપહરણ કરનાર લોકોને રૂપિયા ચૂકવી દેવા માટે આજીજી કરતો જોવા મળી રહ્યો છે. 


કૃષ્ણનગર પોલીસ ફરિયાદ ક્યારે લેશે


આ હ્રદય દ્રાવક ઘટનાને 24 કલાકથી વધુ સમય થવા છતાં પણ નરોડાના કૃષ્ણનગર પોલીસે ફરિયાદ પણ લીધી નથી. આ પિડીત દંપતીના પરિવારજનો વહેલી સવારે જ FIR લખાવવા કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ગયા હતા. કૃષ્ણનગર પીઆઈ એ. જે. ચૌહાણ  સાથે વાત થતા તેમણે જણાવ્યું છે કે, FIR નોંધવા માટે વાતચીત ચાલી રહી છે. સીપી સાહેબ, સેક્ટર સાહેબ અને ડીસીપી સાહેબ સાથે ચર્ચા બાદ જ આ અંગે નિર્ણય લેવામાં આવશે. જો કે આ મામલે પોલીસ દ્વારા હૈદરાબાદ અને અલગ અલગ જગ્યાએ તપાસ શરૂ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?