અમદાવાદમાં તથ્ય પટેલ દ્વારા સર્જાયેલા અકસ્માત બાદ ગુજરાત પોલીસ એકદમ એક્ટિવ મોડમાં દેખાઈ રહ્યું છે. ઓવરસ્પીડિંગ કરતા તેમજ નશાની હાલતમાં અનેક લોકો ડ્રાઈવ કરતા હોય છે. ત્યારે આવા નબીરાઓ, કાયદાનો ભંગ કરનાર લોકો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અનેક લોકો વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે રોંગ સાઈડ પર જતા લોકોને રોકવા માટે નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. ચાણક્યપુરી બ્રિજ નજીક કિલર સ્પીડ બ્રેકર લગાવવામાં આવ્યું છે. આ સ્પીડ બ્રેકર લગાવવામાં અને એવું કહેવામાં આવ્યું હતું કે જો તમે રોંગસાઈડ પર જશો તો તમારા ગાડીનું ટાયર ફાટી જશે.
સ્પીડ બ્રેકર પરથી ટુ વ્હીલર તો ઠીક પરંતુ ગાડી પણ પસાર થઈ જાય છે...
આ સિસ્ટમને લાવવા પાછળ એવો ઉપદ્દેશ હતો કે રોંગ સાઈડથી વાહન પસાર ન થાય અને ટ્રાફિકની સમસ્યા ઉપરાંત એક્સિડન્ટની સમસ્યા ઓછી થઈ જાય. આ વિચાર જેના મગજમાં આવ્યો હશે તેણે એ વિચાર નહીં કર્યો હોય કે આ અમદાવાદ છે. અમદાવાદીઓ દરેક વસ્તુનો જુગાડ તો શોધી જ નાખે છે... આમાં પણ એવું જ થયું. નવા સ્પીડ બ્રેકર લાગ્યા અને માત્ર અમુક કલાકોમાં જ જાણે સ્પીડ બ્રેકરની એસીકી તેસી થઈ ગઈ. રોંગ સાઈડથી ટુ વ્હીલર તો ઠીક પરંતુ ગાડીઓ પણ આસાનીથી પસાર થઈ શકતી હતી. જે ખીલા રાખવામાં આવ્યા છે તે ખીલાઓ વચ્ચે એટલી બધી જગ્યા છે કે ગાડી પણ ટાયરને નુકસાન થયા વગર આરામથી પસાર થઈ શક્તા હતા.
'આપણે શું?' જેવી માનસિક્તા આપણને સારા નાગરિક બનવાથી રોકે છે.
આપણે ત્યાં એમ પણ કહેવામાં આવે છે કે કાયદો જ એટલા માટે બનાવવામાં આવે છે કારણ કે તે તોડી શકાય. અનેક એવા કાયદાઓ છે જેની આપણે એસીકી તેસી કરતા હોઈએ છીએ. ખબર છે કે હેલ્મેટ વગર ગાડી ચલાવવી ગુન્હો છે તો પણ આપણામાંથી અનેક લોકો હેલ્મેટ વગર બેફામ રીતે ટુ વ્હીલર ચલાવીએ છીએ. તેવી જ રીતે ગાડી પણ આપણે સીટ બેલ્ટ વગર ચલાવીએ છીએ. સીટ બ્લેટ નથી પહેરતા. કાયદો ભંગ કરતી વખતે આપણને ત્યાં મારા કાયદાનો ભંગ કરવાથી શું ફરક પડવાનો છે? આવી માનસિક્તા જ આપણને સાચા નાગરિક બનાવાથી રોકી રહી છે. જ્યાં સુધી આપણે આપણામાં રહેલી માનસિક્તાને નહીં સુધારીએ ત્યાં સુધી આપણને નાગરિક કહેવડાનો કોઈ હક નથી. કાયદાનું પાલન કરવું એ આપણી નૈતિક જવાબદારી છે.