Ahmedabad weather : AMCએ ગરમીને લઈ પહેલા Red Alert જાહેર કર્યું પરંતુ પછી લઈ લીધો યુ ટર્ન! હવે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-22 14:23:22

છેલ્લા થોડા દિવસોથી રાજ્યમાં કાળઝાળ ગરમી વરસી રહી છે.. તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર પહોંચી ગયો અનેક શહેરોમાં..અનેક શહેરો માટે યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું. 24 તારીખ સુધી ગરમી વધશે જેને કારણે લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી.. હવામાન વિભાગ દ્વારા અમદાવાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું પરંતુ એએમસીએ રેડ એલર્ટ જાહેર કર્યું તેવી માહિતી સામે આવી છે...હવામાન વિભાગ અને એએમસીની આગાહીમાં વિરોધાભાસ દેખાયો..



એએમસીએ જાહેર કર્યું હતું રેડ એલર્ટ પરંતુ.. 

તાપમાનનો પારો સતત વધી રહ્યો છે જેને કારણે રાજ્યના અનેક જિલ્લાઓ માટે હવામાન વિભાગ દ્વારા યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. આગામી પાંચ દિવસો માટે હવામાન વિભાગે અમદાવાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું.. 24 તારીખ સુધી અમદાવાદમાં રેડ એલર્ટની આગાહી કરાતા લોકોમાં ગરમીને લઈ ડર બેસી ગયો હતો. અમદાવાદનું તાપમાન 44ડિગ્રીને પાર તો પહોંચી ગયું હતું.. તાપમાન હજી કેટલું વધશે તેવા સવાલો અનેક લોકોના મનમાં ઉઠ્યા પરંતુ હવે એએમસી દ્વારા યુ ટર્ન મારી દેવામાં આવ્યો છે. એએમસીએ પાંચ દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.. 



આ વિસ્તારો માટે જાહેર કરાયું ઓરેન્જ અને યલો એલર્ટ 

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલા એલર્ટની વાત કરીએ તો પોરબંદર, જૂનાગઢ. ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, સુરત, વલસાડ. ગાંધીનગર, બનાસકાંઠા, વલસાડ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તે ઉપરાંત સાબરકાંઠા, મહેસાણા. પાટણ, નવસારી, ભરૂચ, વડોદરા માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે..  24 તારીખ સુધીની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. મહત્વનું છે કે ગુજરાતમાં આકરી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. 



ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...

મણિપુરમાં આટલા સમય બાદ પણ શાંતિ નથી સ્થપાઈ..... અનેક લોકોના મોત આ હિંસામાં થઈ ગયા છે.. શનિવારે ફરી ત્યાં હિંસા ફાટી નીકળી હતી જેમાં પણ લોકો મોતને ભેટ્યા છે.... મણિપુરને લઈ સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે...