અમદાવાદમાં ભૂવાઓની ભરમાર, પહેલા ખાડાથી લોકો પરેશાન હતા તો હવે ભૂવાથી લોકો થયા ત્રસ્ત ,જાણો આજે ક્યાં પડ્યો ભૂવો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-01 18:31:36

અમદાવાદમાં ભૂવા પડવાની વાત જાણે સામાન્ય થઈ ગઈ હોય તેવું લાગે. અમદાવાદને સ્માર્ટ સિટી તો કહેવાય છે પરંતુ ત્યાંની નરી વાસ્તવિક્તા અલગ જ છે. અમદાવાદને લઈ કરવામાં આવતા દાવોઓ  વારંવાર દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે. કારણ કે વરસાદની શરૂઆત થતાં જ  અમદાવાદમાં જાણે ભૂવારાજનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. રસ્તાઓ પર ભૂવા પડવાને કારણે વાહન વ્યવહાર ખોરવાઈ જાય છે ઉપરાંત લોકોના મનમાં ભય વ્યાપી ઉઠે છે. ત્યારે આજે અમે ભૂવાની વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે જુહાપૂરામાં એક ભૂવો પડ્યો છે. 

શ્રી સિદ્ધિ ગ્રુપ અને AMCના સહકારથી તૈયાર થયેલા રેલવે બ્રિજનું અમિત શાહે  કર્યુ લોકાર્પણ

અમિત શાહે જે બ્રિજનું લોકાર્પણ કર્યું ત્યાં પણ ભૂવો પડ્યો  

ભૂવા અને અમદાવાદ જાણે એક બીજાનો પર્યાય બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદમાં વરસાદ વરસી રહ્યો છે જેને કારણે અનેક જગ્યાઓથી ભૂવા પડવાના સમાચાર સામે આવી રહ્યા છે.  એક રિપોર્ટ અનુસાર 22મેથી 30 જૂન દરમિયાન 56 જેટલા ભૂવાઓ પડ્યા હતા. અમાદવાદમાં તો અનેક એવી જગ્યાઓ છે જ્યાં ભૂવા પડ્યા છે. થોડા દિવસ પહેલા જે બ્રિજનું લોકાર્પણ અમિત શાહે કર્યું હતું તે બ્રિજ આગળ જ એક ભૂવો પડ્યો છે જેને લઈ તંત્ર દોડતું થયું છે. જૂહાપુરામાં જે ભૂવો પડ્યો તે કાચની મસ્જિદ પાસે રોડ ઉપર ભુવો પડ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો હેવી ટ્રક રોડ પરથી પસાર થયો અને અચાનક જ ભુવો પડ્યો. ટાયર ભૂવામાં ફસાય તે પહેલા જ ટ્રક ત્યાંથી પસાર થઈ ગઈ હતી. ભૂવો પડતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા. તંત્ર દ્વારા આસપાસ બેરિકેટ મૂકી દેવામાં આવ્યા હતા.  



 

જમાલપુરમાં પડ્યો મસમોટો ભૂવો

જ્યારે ભૂવો પડ્યો ત્યારે નાનો હતો પરંતુ થોડી જ વારમાં ભૂવો મોટો થઈ ગયો. લોકો ત્યાં આવીને ઉભા રહી ગયા અને જોત જોતામાં ભૂવો મોટો થઈ ગયો હતો. ધીમે-ધીમે નાનો ભુવો મોટા ભુવામાં પરિવર્તિત થઈ ગયો હતો. આસપાસમાંથી પણ થોડો ભાગ તુટીને અંદર પડ્યો હતો. ભૂવાને રીપેર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી ગઈ છે. ઉલ્લેખનિય છે કે હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે. આવી ઘટનાઓ અનેક વખત બની રહી છે. પરંતુ કમોસમી વરસાદને કારણે પણ અમદાવાદમાં પણ ભૂવા પડાવાના સમાચાર સામે આવ્યા હતા. એ જગ્યાએ ફરી એક વખત ભૂવો પડ્યો હતો અને તેમાં ગાડીનો ગરકાવ થયો હતો.    


AMC સાથે લોકો રાખી રહ્યા છે આશા

ઉલ્લેખનિય છે કે કરોડો રૂપિયા રોડ રસ્તા પાછળ વાપરવામાં આવે છે. અમદાવાદના રસ્તાઓ પહેલાથી જ ચર્ચામાં આવતા હતા. પહેલા ખાડાઓને કારણે લોકો ત્રસ્ત હતા ત્યારે હવે ભૂવાને કારણે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે. એએમસી દ્વારા આ અંગે કોઈ સારૂ કામ કરવામાં આવે તેવી લોકો આશા રાખી રહ્યા છે. પરંતુ તેમને પણ મનમાં અંદાજો છે કે તેમના મનની ઈચ્છા મનમાં જ રહી જશે. તંત્ર બદલાશે પરંતુ પરિસ્થિતિ ત્યાંની જ રહેશે,     




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?