સિક્કાની જેમ ગુજરાત પોલીસની પણ સારી અને ખરાબ એમ બે બાજુ છે, રાજ્યના પોલીસકર્મીઓ ઘણી વખત એટલું સરસ કામ કરે છે ત્યારે સ્વાભાવિક રીતે લોકોની વાહવાહી મેળવે છે. અમદાવાદમાં ટ્રાફિક પોલીસે વધુ એક વ્યક્તિનો જીવ બચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. મહારાષ્ટ્રથી અમદાવાદ આવેલા પરિવારના એક વ્યક્તિને ટેક્સીમાં મુસાફરી દરમિયાન જ છાતીમાં દુઃખાવો ઉપડતાં તેને ટ્રાફિક પોલીસના જવાનોએ તાત્કાલિક CPR આપ્યો હતો. ત્યારબાદ 108ની મદદથી આ વ્યક્તિને યુ.એન. મહેતા હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે મોકલી આપ્યો હતો. હોસ્પિટલમાં દર્દીને અડધી કલાક જેટલા સમયની સારવાર બાદ રજા આપી દેવામાં આવી હતી. ટ્રાફિક પોલીસની મદદથી એક વ્યક્તિનો જીવ બચી ગયો હતો. આ વ્યક્તિ મહારાષ્ટ્રથી અમદાવાદ પરિવાર સાથે આવ્યો હતો. આમ અમદાવાદ ટ્રાફિક પોલીસના કર્મીઓ તે પરિવાર માટે દેવદુત સાબિત થયા હતા.
ટ્રાફિક પૂર્વેની કચેરીએ સ્ટેન્ડ ટુ ફરજ દરમિયાન રેલવે સ્ટેશન આગળથી પસાર થતી વખતે અચાનકથી તબિયત ખરાબ થતાં બેભાન થયેલ નાગરિકને હાજર ADI નરેન્દ્રભાઇ અને રિઝવાન ભાઈ તેમજ TRB મદારસિંહ એ CPR આપી શ્વાસોશ્વાસની ક્રિયા શરૂ કરાવી અને અન્ય સ્ટાફ એ 108 બોલાવી તાત્કાલિક હોસ્પિટલ મોકલેલા ???????? pic.twitter.com/cayzIE3KDv
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) September 7, 2023
શું હતી સમગ્ર ઘટના?
ટ્રાફિક પૂર્વેની કચેરીએ સ્ટેન્ડ ટુ ફરજ દરમિયાન રેલવે સ્ટેશન આગળથી પસાર થતી વખતે અચાનકથી તબિયત ખરાબ થતાં બેભાન થયેલ નાગરિકને હાજર ADI નરેન્દ્રભાઇ અને રિઝવાન ભાઈ તેમજ TRB મદારસિંહ એ CPR આપી શ્વાસોશ્વાસની ક્રિયા શરૂ કરાવી અને અન્ય સ્ટાફ એ 108 બોલાવી તાત્કાલિક હોસ્પિટલ મોકલેલા ???????? pic.twitter.com/cayzIE3KDv
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) September 7, 2023મહારાષ્ટ્રથી એક દંપતી તેમના નાના બાળક સાથે અમદાવાદ આવ્યું હતું. એરપોર્ટ પાસેની એક હોટેલમાં રોકાયું હતું. તેઓ હોટેલથી કોઈ કામ અર્થે બહાર જવા માટે એક ખાનગી ટેક્સીમાં બેઠા હતાં અને કાલુપુર રેલવે સ્ટેશન તરફના રોડ પરથી પસાર થતાં હતાં. આ દરમિયાન પુરૂષને છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો. મહિલાએ તેના પતિને દુઃખાવો થતો હોવાની જાણ કરતાં જ ટેક્સી ચાલકે ટ્રાફિક પૂર્વ ડીસીપીની ઓફિસની સામે સવારી રોકી દીધી હતી. આ દરમિયાન જે વ્યક્તિને દુઃખાવો થતો હતો તે ટેક્સીમાંથી બહાર નીકળતી વેળાએ ઢળી પડ્યા હતાં. તેને જોઈને પત્ની અને બાળક ગભરાઈ ગયા હતાં. આ દરમિયાન તાલીમ કંપનીના ADI નરેન્દ્રભાઈ, રિઝવાન ભાઈ, જશવંતભાઈ, નરેશભાઈ, અજીતભાઈ, તરુણભાઈ, રાખીબેન અને હર્ષાબેન ટ્રાફિક ડીસીપી પૂર્વની કચેરીએ જન્માષ્ટમીના બંદોબસ્ત માટે ફરજ પર હાજર હતા. આ દ્રશ્ય જોયું તો ટ્રાફિક પોલીસના જવાનો ત્યાં દોડી ગયા હતાં અને બેભાન થયેલ નાગરિકને ADI નરેન્દ્રભાઇ અને રિઝવાન ભાઈ તેમજ TRB મદારસિંહ એ CPR આપ્યું હતું. ત્યાર બાદ વ્યક્તિની શ્વાસો શ્વાસની ક્રિયા શરૂ થઈ ગઈ હતી. તેમણે 108 બોલાવી તાત્કાલિક હોસ્પિટલ મોકલ્યા હતા.
સમયસર સારવાર મળતા જીવ બચ્યો
CPR દ્વારા અસ્વસ્થ વ્યક્તિની શ્વાસોશ્વાસની ક્રિયાને પરત લાવવામાં આવી હતી. તે દરમિયાન 108 ગાડીને જાણ કરીને બોલાવવામાં આવી હતી. તે ગાડી આવતા તેઓને તાત્કાલિક યુએન મહેતા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ વ્યક્તિને યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં હોસ્પિટલમાં આ વ્યક્તિની અડધી કલાકની સારવાર બાદ રજા આપી દેવાઈ હતી. આ વ્યક્તિને ભાન આવ્યું ત્યારે તેની પત્નીને રાહત થઈ હતી. આ પરિવારે અમદાવાદ પોલીસનો આભાર માન્યો હતો.