અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ટ્રાફિક પોલીસનો આ પ્રયોગ સફળ રહ્યો,અકસ્માતો અને ટ્રાફિક જામની સમસ્યામાં ઘટાડો નોંધાયો


  • Published By :
  • Published Date : 2023-06-01 22:14:05

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થાય તે માટે અનેક પ્રયત્નો કરી રહી છે. આ માટે ટ્રાફિક પોલીસ દ્વારા વિવિધ પ્રયોગો પણ કરવામાં આવે છે જેમ કે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સાંજના 6 વાગ્યાથી 8.30 કલાક સુધી ભારે જંક્શન પર સર્વિસ રોડ પરથી પ્રવેશ અને નિકાશ પ્રતિબંધિત કરવામાં આવેલ છે. જેને પણ સર્વિસ રોડ પરથી પસાર થવું હોય તેણે ફરજિયાત મુખ્ય માર્ગ પરથી જ પસાર થવાનું નિર્ધારીત કર્યું હતું.


શું આયોજન કર્યું હતું?


પિક અવર્સમાં ટ્રાફિક પોલીસ દ્વારા સર્વિસ રોડ પર બેરિકેડ મુકી પ્રવેશ બંધ કરવામાં આવેલો અને  તેના પર નાગરિકોની જાણકારી માટે બેનર લગાવવામાં આવેલા જેના પર લખેલું હતું પીક અવર્સ દરમિયાન 18થી 20.30 સુધી ટ્રાફિક સમસ્યા નિવારવા સર્વિસ રોડ પર પ્રવેશ-નિકાસ આવાજવન બંધ રહેશે.


કયા જંક્શન પર કરાયો પ્રયોગ?


આઈ ડીવીઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના 1 ઠક્કર બાપા નગર, 2 ખોડિયાર નગર 3, રબારી કોલોની, 4 વસ્ત્રાલ, 5 નિકોલ-કઠવાડા ચાર રસ્તા,6 પાંજરાપોળ જંક્શન તેમજ જે ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના 1- જશોદાનગર 2- ઈશનપુર ચાર રસ્તા પર પ્રાયોગિક ધોરણે આ કાર્યવાહી કરવામાં આવી હતી.


આવું કરવા પાછળનું કારણ શું હતું?


અમદાવાદ પૂર્વના વિસ્તારોમાં મુખ્ય રોડ પરથી પસાર થતા વાહન ચાલકો સિગ્નલ જોઈને સ્ટોપ થઇ જતા હતાં પરંતું જંક્શન પર આવેલ 4 સર્વિસ રોડ ઓપર્નિંગ પરના વાહન ચાલકો મનસ્વી રીતે સિગ્નલનું પાલન કર્યા વગર જ  જંક્શન ક્રોસ કરતા હતા. જેને કારણે મુખ્ય માર્ગ પરનો ટ્રાફિક સારી રીતે ચાલી શક્તો નહોતો. અને વધુ અસ્ત-વ્યસ્ત વાહનો વાહન વ્યવહારના કારણે નાના-મોટા અકસ્માતોનું કારણ વધુ જતું હતું.


આ પ્રયોગના કારણે અકસ્માતો ઘટ્યા


ટ્રાફિક પોલીસના આ નવા પ્રયોગના કારણે આઈ ડિવિઝન ટ્રોફિક પોલીસ સ્ટેશનમાં મે-2022ના મહિનામાં કુલ 32 અમકસ્માતો નોંધાયા હતા જેમાં 14 ફેટલ અને 11 જેટલા ગંભીર અકસ્માતોના બનાવો હતા. જે મે-23માં ઘટીને માત્ર 18 જેટલા જ બનવા પામ્યા છે તે ઉપરાંત ટ્રાફિક જામની ઘટનામાં પણ ધરખમ ઘટાડો થયો છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?