કોઈને ખાવાનો શોખ છે તો કોઈને બહાર ફરવાનો શોખ હોય છે. કોઈને સંગીતનો શોખ હોય છે તો કોઈને ડાન્સનો. પરંતુ આજે જે કિસ્સાની વાત કરવી છે તેમાં એક વ્યક્તિને ચોરીનો શોખ હતો. જી હા.. મોજશોખ માટે ચોરી કરતો.મોજશોખ માટે કંઈ પૈસા કે દાગીનાની નહીં પરંતુ ટુવ્હીલરની ચોરી કરતો. ચોરે હજી સુધીમાં 168 ટુ-વ્હીલર્સની ચોરી કરી છે. 2015થી વાહનોની ચોરી કરતો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ચોરીના 30 જેટલા વાહનો જપ્ત કર્યા છે. બાતમીના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પોલીસે વોચ ગોઠવીને હિતેશ જૈનને પકડી પાડ્યો છે.
મોજશોખ માટે હિતેશ કરતો હતો વાહનોની ચોરી
અનેક વખત ચોરીની ઘટના જ્યારે સામે આવે છે ત્યારે સામાન્ય રીતે સામે આવે છે કે આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાને કારણે ચોરી કરતા હોય છે. ચોરી કરી પૈસા કમાવવાની લાલચ ચોરોમાં સામાન્ય હોય છે. પરંતુ આજે એક એવા ચોરની વાત કરવી છે જે ચોરી પોતાના મોજશોખ માટે કરતો હતો. કરોડપતિ ચોરને અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે પીરાણા પાસેથી ઝડપી પાડ્યો છે. મોજશોખ માટે ડુપ્લીકેટ ચાવીથી ચોરી કરતો. એવી વાત પણ સામે આવી છે કે વાહનમાં પેટ્રોલ ખતમ થઈ જાય તો તે વાહનને બિનવારસી હાલતમાં મૂકી દેતો. અન્ય વાહનની ચોરી કરીને ફરતો હતો.
ચોરને પકડવા માટે ક્રાઈમ બ્રાન્ચે અપનાવી આ રીત
ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે દાણીલીમડા પીરાણા પાસે આવેલા સોમનાથ મહાદેવ જવાના રસ્તા પર એક ખુલ્લી જગ્યામાં મોટા પ્રમાણમાં જાણીતી બ્રાન્ડના ટુવ્હીલરનો જથ્થો બિનવારસી હાલતમાં મળી આવ્યો. બાતમીના આધારે પોલીસે ત્યાં વોચ ગોઠવ્યો. જગ્યાની આસપાસ શંકાસ્પદ રીતે સ્કૂટર પર ફરી રહેલા હિતેશ કુટરમલ જૈનને ઝડપી પાડયો હતો. હિતેશની પૂછપરછ કરતા તેણે જાણવ્યું કે, બિનવારસી હાલતમાં પડેલા 30 વાહનોની ચોરી કરી હતી. હિતેશે વર્ષ 2023માં જ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાના વિસ્તારોમાંથી કુલ 80થી વધારે વાહનો ચોર્યા હતા. તે પહેલાં તે 87 જેટલા સ્કૂટરની ચોરીમાં સંડોવાયેલો હતો. 2015થી તે ચોરીમાં સંડોવાયેલો હતો અને હજી સુધી 168 વાહનોની ચોરી કરી હતી. પોલીસને 30 વાહનો મળી આવ્યા હતા.
દારૂના પૈસા માટે વાહનોની કરતો હતો ચોરી
મહત્વનું છે કે હિતેશ જૈન સારા પરિવારમાંથી આવે છે. શાહીબાગમાં હિતેશના પિતાની સાડીની દુકાન છે. પોતાના મોજશોખ માટે ચોરી કરતો હતો. હજી સુધી જેની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય તેવા લોકોને ચોરી કરતા જોયા હશે પરંતુ હવે પોતાના મોજશોખ માટે લોકો ચોરી કરી રહ્યા છે. હિતેશ દારૂ પીવાનો શોખીન હોવાથી તેમજ બીજા અન્ય મોજશોખ માટે વાહનોની ચોરી કરતો હોવાનું સામે આવ્યું. વાહનોમાંથી સ્પેરપાર્ટસ કાઢીને તેને વેચી નાખતો અને પૈસા મેળવી લેતો. ચોરીમાંથી મળેલા પૈસા તે દારૂ પાછળ વાપરી નાખતો હતો.