ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલા મુસાફરે નિયમોની કરી ઐસી કી તૈસી
ફ્લાઈટના ટોયલેટમાં જઈને મુસાફરે સિગારેટ પીધી, ક્રૂએ ઝડપી પાડ્યો
ફ્લાઈટ લેન્ડ થતા જ મુસાફરને એરપોર્ટ પોલીસને સોંપી દીધો હતો
કેટલાંક લોકો વિમાનમાં મુસાફરી કરતી વખતે નિયમોની ઐસી તૈસી કરતા હોય છે. ત્યારે દુબઈથી અમદાવાદ આવી રહી ફ્લાઈટના એક મુસાફરે પેસેન્જર્સનો જીવ જોખમમાં મૂકાય એવું કામ કર્યુ હતુ. આ મુસાફરે ફ્લાઈટના ટોયલેટમાં જઈને સિગારેટ પીધી હતી. વાતની જાણ થતા જ ક્રૂએ તેને પકડી પાડ્યો હતો. બાદમાં અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઈટ લેન્ડ થતા જ તેને પોલીસના હવાલે કરી દીધો હતો.
કેટલાંક લોકો વિમાનમાં મુસાફરી કરતી વખતે ન કરવાનું કામ કરી બેસતા હોય છે. જે બાદ તેઓને તેનું ગંભીર પરિણામ ભોગવવાનો વારો આવતો હોય છે. ત્યારે આવી જ એક વધુ ઘટના સામે આવી છે. જેમાં એક મુસાફરે ફ્લાઈટના ટોયલેટમાં જઈને એવું કામ કર્યુ કે આખરે તેને પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો હતો. આ શખસ દુબઈથી અમદાવાદની ફ્લાઈટમાં આવી રહ્યો હતો. ત્યારે ફ્લાઈટના ટોયલેટમાં જઈને એક એવું કામ કર્યુ કે ફ્લાઈટના ક્રૂએ તેને પકડી પાડ્યો હતો. બાદમાં અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઈટ લેન્ડ થયા બાદ પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો હતો. મુસાફરોના જીવ જોખમમાં મૂકાય એવું કામ કરતા તેને શબક શીખવાડવા માટે પોલીસે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અન્ય પેસેન્જર્સના જીવ જોખમમાં મૂક્યા
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ફ્લાઈટમાં મુસાફરી કરતી વખતે કેટલાંક નિયમો ખાસ પાળવાના હોય છે. ત્યારે કેટલાંક મુસાફરો ફ્લાઈટમાં કેટલાંક નિયમોનું પાલન કરતા હોતા નથી. જેના કારણે અન્ય મુસાફરોના જીવને પણ જોખમ ઉભુ થતુ હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. દુબઈથી અમદાવાદની એક ફ્લાઈટ આવી રહી હતી. આ ફ્લાઈટમાં એક મુસાફરે અન્ય પેસેન્જર્સનો જીવ જોખમમાં મૂકાય એવી હરકત કરી હતી. જે બાદ તેને પાઠ ભણાવવામાં આવ્યો હતો.
ટોયલેટમાં જઈને સિગારેટ પીધી
લાભસિંહ નામના મુસાફરે ફ્લાઈટના ટોયલેટમાં જઈને સિગારેટ પીધી હતી. જો કે, આ વાતની જાણ ફ્લાઈટના ક્રૂને થઈ જતા તેને પકડ્યો હતો. ફ્લાઈટમાં સિગારેટ પીને તેણે અન્ય મુસાફરોનો જીવ જોખમમાં મૂકાય એવું કામ કર્યુ હતુ. બાદમાં ક્રૂએ આ વાતની જાણ ફ્લાઈટના સિક્યુરિટી ઓફિસરને કરી હતી. જ્યારે ફ્લાઈટ અમદાવાદ લેન્ડ થઈ ત્યારે એરપોર્ટ પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી લાભસિંહ મૂળ પંજાબના કોઈ ગામનો વતની છે.
પોલીસે મુસાફરને સીધો કરી દીધો
મહત્વની વાત તો એ છે કે, આ મુસાફર ફ્લાઈટમાં સિગારેટ લઈને કેવી રીતે ઘૂસ્યો એ પણ એક મોટો સવાલ છે. કારણ કે જ્યારે કોઈ પણ મુસાફર ફ્લાઈટમાં પ્રવેશ કરે એ પહેલાં તેનું અને સાથે રહેલા સામાનનું ચેકિંગ થતુ હોય છે. જો કોઈ પ્રતિબંધિત કે શંકાસ્પદ વસ્તુ મળે તો તે કબજે કરી લેવામાં આવે છે. એટલે તે ફ્લાઈટમાં સિગારેટ લઈને ઘૂસ્યો એ વાત સાબિત કરે છે ચેકિંગમાં કોઈ બેદરકારી થઈ હશે. આ સિવાય ક્રૂ દ્વારા બીજા એક યુવકને પણ ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી લાભસિંહની સાથે કમલજીત નામનો મુસાફર હતો. એ પણ દારુના નશામાં હતો અને માથાકૂટ કરી હતી. ત્યારે આ શખસને પણ એરપોર્ટ પોલીસને સોંપવામાં આવ્યો હતો. ત્યારે પોલીસે બંને મામલે અલગ અલગ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.