Ahmedabad: પતિને સરપ્રાઈઝ આપવા ગયેલી પત્નીને લાગ્યો આઘાત, પરસ્ત્રી સાથે પતિ મનાવી રહ્યો હતો રંગરેલીયા!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-10-19 16:39:11

સમાજમાં અત્યારે લગ્નેત્તર સંબંધોનો જાણે ટ્રેન્ડ નિકળ્યો છે. સ્ત્રી હોય કે પુરુષ કશો જ ફરક નથી પડતો. અવાર નવાર સમાજમાં લગ્નેત્તર સંબંધોના બનાવ આવે છે એ ચોંકાવી દે છે. આવા બનાવો આપણી ભારતીય સમાજની જૂની સંસ્કૃતિ પર અસર કરતી જોવા મળે છે. એવામાં અમદાવાદમાં એક બનાવ સામે આવ્યો છે જેમાં પત્ની પીયર ગઈ હતી અને પાછી ઘરે આવી તો પતિ બીજી સ્ત્રી સાથે રંગરેલિયા મનાવતો જોવા મળ્યો હતો.  


પરસ્ત્રી સાથે પકડાયો પતિ!

અમદાવાદમાં લગ્ન પછીના સંબંધનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. હતું એમ કે પતિની દારૂની લત અને મારઝુડના સ્વભાવથી કંટાળી 28 વર્ષની પરીણિતા પોતાના પીયર ચાલી ગઈ હતી. એવામાં એકવાર પત્નીને એવું થયું કે ફરી પાછી ઘરે જાઉં અને પતિને સરપ્રાઈઝ આપી દઉં. પણ પત્નીને શું ખબર હતી કે જેવી તે પીયરથી સાસરે આવશે તો સરપ્રાઈઝ નહીં પણ બીજું જ કંઈક જોવા મળશે. પતિની દારૂની લત અને ત્રાસ ભૂલીને પત્ની સરપ્રાઈઝ આપવા સાસરે ગઈ. ઘરે પહોંચીને જોયું તો પતિ પરમેશ્વર તો બીજી કોઈ સ્ત્રી સાથે ઘરમાં પ્રણય ફાગ ખેલવામાં વ્યસ્ત હતા.


પતિના ત્રાસથી ઘર છોડીને જતી રહી હતી પત્ની!

પત્નીને આવતા જોઈ બંને વચ્ચે ઝઘડો થાય છે અને ફરીવાર મારામારી પણ થાય છે. માર પડતા પત્નીએ સાસરિયા અને પતિ સામે ફરિયાદ નોંધાવી હતી કે અમારા પતિ પરમેશ્વરને અમે બીજી સ્ત્રી સાથે પકડી લીધા તો તેમણે મને માર માર્યો હતો. આ યુવતીની ઉંમર 28 વર્ષની છે. તેણે આણંદના તારાપુરના વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા. પતિ લગ્ન બાદ દારુ પીતો હતો અને માર મારતો હતો એટલે પત્ની રીસાઈને પીયર જતી રહી હતી. 



Extra Marital Affairના કિસ્સાઓ સતત વધી રહ્યા છે

સમાજમાં આ દુષણ ઘર કરી ગયું છે. દર બીજા દિવસે સમાચાર આવે છે કે પતિએ અથવા પત્નીએ લગ્ન બાદ પણ બીજી સ્ત્રી સાથે સંબંધ રાખ્યા હોય છે. અમુક વર્ગમાં તો આને ગર્વથી કહેવામાં આવે છે કે મારે તો ફલાણી સ્ત્રી અથવા ફલાણા પુરુષ જોડે અફેર છે. આ બધી ઘટનાઓ ઘટતી હોય ત્યારે લોકોએ એક વસ્તુ સમજવી પડશે કે જે ભારતની આપણે ગર્વથી વાત કરીએ છીએ વિદેશમાં જેની સંસ્કૃતિના ગુણગાન ગવાતા હોય એવા ભારતમાં આવી ઘટનાઓ સતત વધતી જઈ રહી છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?