આવતી કાલે ઉત્તરાયણનો તહેવાર છે. પતંગ રસિયાઓમાં ઉત્તરાયણને લઈ અલગ ઉત્સાહ હોય છે. એક તરફ પતંગ રસિયા પતંગ ઉડાવવામાં મશગુલ હોય છે તો અનેક વખત પતંગની દોરીથી અનેક પક્ષીના જીવ જોખમમાં મૂકાય છે. પક્ષીઓના જીવ તો જોખમમાં મૂકાય છે સાથે સાથે અનેક લોકોના જીવ પણ જોખમમાં મૂકાય છે. ઉત્તરાયણ દરમિયાન પતંગની દોરીથી અનેક પક્ષીઓ ઈજાગ્રસ્ત થાય છે ત્યારે અનેક પક્ષી બચાવવો અભિયાન પણ શરૂ કરવામાં આવતા હોય છે. પક્ષીઓને સારવાર આપવામાં આવતી હોય છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ઉત્તરાયણ પૂર્વે કરૂણા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઈલ્ડ લાઈફ કેર સેન્ટરની મુલાકાત લીધી છે.
મિશન સેફ ઉતરાયણ, મિશન હેપ્પી ઉતરાયણ અને કરુણા અભિયાનમાં જોડાવો ,પતંગ દોરાથી તમે બચો અને પશુ પંખીને પણ બચાવો ,ઘવાયેલા પશુ-પંખી માટે 1962 હેલ્પલાઇનનો સંપર્ક કરો#amc #amcforpeople #ahmedabad #municipalcorporation pic.twitter.com/Z0B8HRxMB2
— Amdavad Municipal Corporation (@AmdavadAMC) January 13, 2024
પક્ષીઓને સારવાર મળે તે માટે જાહેર કરાયો નંબર
પતંગની દોરીને કારણે અનેક પક્ષીઓ ઘાયલ થતા હોય છે. ઉત્તરાયણના તહેવાર દરમિયાન અનેક પક્ષી બચાવો અભિયાન ચલાવવામાં આવતા હોય છે. કેન્દ્રોમાં ઈજાગ્રસ્ત પક્ષીની સારવાર કરવામાં આવતી હોય છે. ત્યારે ઉત્તરાયણ પહેલા રાજ્ય સરકારે કરૂણા અભિયાનની શરૂઆત કરી છે. સીએમઓ દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી છે જે મુજબ ઉત્તરાયણના પર્વ દરમ્યાન ઘાયલ થતાં પક્ષીઓની ત્વરિત સારવાર વ્યવસ્થા માટે 8320002000 વોટ્સએપ નંબર પર પક્ષી સારવાર કેન્દ્રોની વિગતો મેળવી શકાશે. વનવિભાગના હેલ્પ લાઇન નંબર 1926 અને પશુપાલન વિભાગના હેલ્પ લાઇન નંબર 1962 ઉપર ઘાયલ પક્ષીઓની સારવાર માટે મદદ લઇ શકાશે.
વાઈલ્ડ લાઈફ કેર સેન્ટરની સીએમએ લીધી મુલાકાત
ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરૂણા અભિયાન અંતર્ગત અમદાવાદના બોડકદેવમાં આવેલા વાઈલ્ડ લાઈફ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી. મહત્વનું છે કે ઉત્તરાયણના પર્વ દરમિયાન ઘાયલ થતા પક્ષીઓને બચાવા તેમજ પક્ષીઓને બચાવવા તેમજ તેમની સારવારના ઉદ્દેશ્ય સાથે 20 જાન્યુઆરી સુધી આ રાજ્યવ્યાપી અભિયાન ચલાવવામાં આવશે. અભિયાન હેઠળ સમગ્ર રાજ્યમાં 900થી વધુ પક્ષી નિદાન કેન્દ્રો, 750થી વધુ વેટરનિટી તબીબો તેમજ 7700થી વધુ સેવાભાવી સ્વયંસેવકો જીવદયા માટે કાર્યરત છે. ત્યારે મહત્વનું છે કે આપણા તહેવારને કારણે કોઈના જીવ જોખમમાં ના મૂકાય તેનું ધ્યાન રાખવું જોઈશે.