Ahmedabad : ચિલોડા નજીક બની Hit And Runની ઘટના, નશાની હાલતમાં હતો ડ્રાઈવર ગાડીમાંથી મળી આવી બોટલ! જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-03 11:16:47

અમદાવાદમાં પ્રતિદિન હિટ એન્ડ રનની ઘટનાઓ બની રહી હોય તેવું લાગે છે. હિટ એન્ડ રનની ઘટનામાં લોકોના મોત પણ થતા હોય છે. થોડા સમય પહેલા શિવરંજની નજીક એક ખાનગી બસે અકસ્માત સર્જ્યો હતો જેમાં એક મહિલાનું મોત થઈ ગયું હતું. તે બાદ આવા અનેક કિસ્સાઓ સતત વધી રહ્યા છે. ત્યારે ફરી એક વખત અમદાવાદના ચિલોડામાં હિટ એન્ડ રનની ઘટના બની છે. ચિલોડા-કરાઈ રોડ પાસે આ ઘટના બની છે જેમાં એક વ્યક્તિનું મોત થયું હોય તેવી માહિતી સામે આવી છે.

અમદાવાદના ચિલોડા- કરાઇ પાસે અકસ્માતની ઘટના આવી સામે, કાર ચાલકે નશામાં  અકસ્માત કર્યો હોવાનો આરોપ

ચિલોડા નજીક બની હિટ એન્ડ રનની ઘટના  

અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં ભલે દારૂબંધી હોય પરંતુ અનેક વખત ડ્રાઈવરો નશાની હાલતમાં દેખાતા હોય છે. અનેક ડ્રાઈવરો નશાની હાલતમાં ડ્રાઈવ કરતા હોય છે જેને કારણે લોકો મોતને ભેટે છે. ઓવરસ્પીડિંગને કારણે તેમજ સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવવાને કારણે અકસ્માત સર્જાતા હોય છે. આ બધા વચ્ચે અમદાવાદ ચિલોડા-કરાઈ પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં નશાની હાલતમાં ડ્રાઈવર હોય તેવી માહિતી સામે આવી છે.  મળતી માહિતી મુજબ કાર ચાલકે એક્ટિવાને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં એક્ટિવા ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. સારવાર અર્થે તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થઈ ગયું હોય તેવી માહિતી સામે આવી છે. 


એક વ્યક્તિનું આ અકસ્માતમાં થયું મોત 

આ અકસ્માત અંગે મળતી માહિતી અનુસાર ગાંધીનગર ડી.જી.ઓફિસની એમ.ટી શાખામાં કલાર્ક તરીકે ફરજ બજાવતો ચિરાગ વાઘેલા નામના કાર ચાલક દારૂના નશામાં હોવાનું સામે આવ્યું છે. જે ગાડીએ અકસ્માત સર્જ્યો છે તે કારમાંથી પોલીસ લખેલી પ્લેટ પણ મળી આવી છે. ઉપરાંત કારમાંથી બીયરની બોટલ પણ મળી આવી છે. અકસ્માત સર્જ્યા બાદ પોલીસે કારચાલક ચિરાગ વાઘેલાની ધરપકડ કરી લેવામાં આવી છે.

 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...