અમદાવાદઃ માણેકચોકમાં મકાન કડડડ ભૂસ્સસસ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-17 19:33:00

આજે અમદાવાદ શહેરમાં 2 માળનું મકાન ધરાશાયી થયું હતું. શહેરના ઝુંપડીની પોળ સાંકડી શેરી માણેક ચોક વિસ્તારમાં આવેલું 2 માળનું મકાન બપોરે અચાનક ધરાશાયી થયું હતું. સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હતી નહીં. જ્યારે ઘટના બની ત્યારે તેમાં 3 લોકો ફસાયા હતા. જેની જાણ અમદાવાદ ફાયર બ્રિગેડને થઈ અને ફાયર બ્રિગેડ ટીમ દ્વારા તમામ લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા. 


અમદાવાદ ફાયર બ્રિગેડનું કામ 

ઘટનાની જાણ થતા જ અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડતી થઈ હતી. ફાયર વિભાગને માહિતી મળી હતી કે 2 માળનું મકાન ધરશાયી થયું છે જેમાં 3 લોકો ફસાયા છે. તુરંત જ ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. કાટમાળમાં એક યુવક અને એક વૃદ્ધ ફસાયા હતા. જેમાં બંનેનું રેસ્ક્યૂ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં વૃદ્ધની હાલત ગંભીર હોવાથી તેમણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું. જ્યારે ઘટના સ્થળે રેસ્ક્યૂ કોલ પર 2 ઈમરજન્સી વાન, 1 MFT, 5 ફર્સ્ટ રિસ્પોન્સ વિહિકલ, એક ચીફફાયર ઓફિસર, એક એડિશનલ ચીફ ફાયર ઓફિસર, 2 ડીએફઓ અને એ એટીઓ તથા 20 ફાયર ફાઈટર જોડાયા હતા.


ધરાશાયી થયેલું મકાન જર્જરીત હતું 

જે મકાન ધરાશાયી થયું હતું તે 60 વર્ષ જૂનું મકાન હોવાનું કેહવામાં આવી રહ્યું છે. બપોરે સાડા ત્રણ વાગ્યાના અરસામાં ઝૂંપડીની પોળ સાંકડી શેરી માણેક ચોક ખાતે આ મકાન ધરાશાયી થયું.



અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.