Ahmedabad : ફરી ઉડ્યા દારૂબંધીના ધજાગરા! નશાની હાલતમાં AMTS બસના ડ્રાઈવરે બસ ચલાવી, મુસાફરોના જીવ જોખમમાં મૂક્યા! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-06-08 15:45:06

અનેક વીડિયો આપણી સામે આવ્યા છે જેમાં બસ ડ્રાઈવર કાં તો મોબાઈલમાં જોતો હોય અથવા તો મોબાઈલમાં વાતો કરતો હોય. રસ્તા પર એએમટીબસ હોય, બીઆરટીએસ બસ હોય કે પછી એસટી બસ હોય તેના ડ્રાઈવરો અનેક વખત બેફામ રીતે બસ ચલાવતા હોય છે.. અનેક વખત અકસ્માત પણ સર્જાય છે અને કોઈ વખત દુર્ઘટનામાં કોઈ વ્યક્તિનું મોત પણ  થઈ જાય છે. ત્યારે એક ઘટના સામે આવી છે, એક વીડિયો સામે આવ્યો છે જેમાં એએમટીએસ બસના ડ્રાઈવર ફૂલ નશાની હાલતમાં દેખાય છે.  

નશાની હાલતમાં ડ્રાઈવરે બસ ચલાવી અને..  

ગુજરાતને આપણે ડ્રાય સ્ટેટ કહીએ છીએ.. એક એવું રાજ્ય જ્યાં દારૂ પર પ્રતિબંધ છે... પરંતુ વાસ્તવમાં ગુજરાત કેટલું ડ્રાય સ્ટેટ છે તે આપણે જાણીએ છીએ. કોઈ વખત અધિકારી નશામાં પકડાય છે કોઈ વખત શિક્ષક દારૂના નશામાં પકડાય છે. પરંતુ જ્યારે બસ ડ્રાઈવર નશાની હાલતમાં દેખાય તો? બસમાં અનેક લોકો મુસાફરી કરતા હોય છે.. બસના ડ્રાઈવર પર વિશ્વાસ મુસાફરો રાખે છે. તેમના જીવનને લોકો ડ્રાઈવરના હાથમાં સોંપે છે. પરંતુ જ્યારે એ જ ડ્રાઈવર દારૂના નશામાં હોય અને બસ ચલાવતો હોય તો..!

News18 Gujarati

એટલી પીધેલી હાલતમાં ડ્રાઈવર હતો કે તેને ખબર જ ન રહી કે.. 

વીડિયો સામે આવ્યો છે જેમાં પીધેલી  હાલતમાં એએમટીએસના ડ્રાઇવરે બસ સોસાયટીમાં ઘૂસાડી દીધી. કેટલી ભયાનક વાત છે કે એક amtsનો ડ્રાઈવર નશાની હાલતમાં બસ ચલાવે છે. એ બસમાં બેઠેલા લોકોના જીવની જવાબદારી કોની આમાં? છે કોઈ પાસે જવાબ? ડ્રાઈવર એટલી પીધેલી હાલતમાં હતો કે તેને ખબર જ ના રહી કે તે બસને ક્યાં લઈ જઈ રહ્યો છે.. બોપલ ઘુમા ક્રિષ્ના સારથી સોસાયટી રબારી વાસ પાસે 50 નંબર એએમટીએસ Ahmedabadના મેઘાણીનગરથી ઘુમાગામ જતી બસને ડ્રાઈવરે  સોસાયટી કમ્પાઉન્ડમાં ઘૂસેડી દીધી.. 



ગુજરાત ભલે ડ્રાય સ્ટેટ કહેવાય છે પરંતુ દારૂ અનેક જગ્યાઓ પર મળે છે. 

સ્થાનિકો તેમજ બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરોનું કહેવું હતું કે ડ્રાઈવર ચિક્કાર નશામાં હતો. ત્યાં હાજર લોકોએ આનો વીડિયો પણ ઉતારી લીધો હતો. આ વીડિયો જોયા પછી સવાલ થાય કે કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ હોત? શા માટે ડ્રાઈવરને આવા નશાની હાલતમાં બસ ચલાવવા માટે આપી? આ તો સદ નસીબે કોઈને હાનિ થઈ નથી પરંતુ જો કે, જાનહાનિ થઈ હોત તો જવાબદારી કોની આમાં? નશામાં ધૂત આ માણસ સામે કોઈ કાર્યવાહી થશે ખરી? મહત્વનું છે કે ગુજરાતને ભલે ડ્રાય સ્ટેટ કહેવાય છે પરંતુ દારૂ ક્યાં મળે છે તે લોકોને ખબર હોય છે.. ના માત્ર લોકોને પરંતુ મુખ્યત્વેના કિસ્સાઓમાં પોલીસને પણ ખબર હોય છે.. ત્યારે આ મામલે તમારૂં શું કહેવું છે તે અમને કમેન્ટમાં જણાવો..  



વક્ફ સુધારા ખરડો તેને લોકસભામાં રજૂ કરી દેવાયો છે. સ્પીકર ઓમ બિરલાએ આ માટે ૮ કલાક ચર્ચા કરવા સમય ફાળવ્યો છે. તેમાંથી ૪ કલાક જેટલો સમય તો સત્તાધારી પક્ષના સાંસદોને ફાળવવામાં આવ્યો છે. વક્ફ સુધારા ખરડાનો વિરોધ ઇન્ડિયા અલાયન્સ જોરશોરથી કરી રહ્યું છે . વર્તમાન એનડીએ સરકારનું કેહવું છે કે , આ ખરડો એટલે લાવવામાં આવ્યો છે કેમ કે , વક્ફની સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા લાવી શકાય.

નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.