અમદાવાદના બોપલમાં ફોર્ચ્યુનર કાર અને થાર વચ્ચે ગંભીર અકસ્માત થયો છે.. બંને ગાડી વચ્ચે એટલો ગંભીર અકસ્માત થયો છે કે બંને વાહનોનો કચ્ચરઘાણ નિકળી ગયો છે. આ ઘટનામાં ત્રણ જેટલા લોકોના મોત થઈ ગયા હોવાના સમાચાર મળ્યા છે જ્યારે અન્ય લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત સર્જાઈ તે ફોર્ચ્યુનર કારમાંથી બિયરના ટીન અને દારૂની બોટલોનો જથ્થો મળી આવ્યો છે. ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
અકસ્માતમાં લોકો ગુમાવે છે પોતાનો જીવ
અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અનેક લોકોના જીવ ગમખ્વાર અકસ્માતમાં ગયા છે.. અકસ્માત સર્જાયા પાછળ અનેક કારણો હોય છે તેમાંથી સૌથી મોટું કારણ હોય છે સ્પીડનું.. અનેક વખત ગાડીઓ એટલી સ્પીડમાં હોય છે કે જો અચાનક સામે કોઈ આવી જાય તો ગાડી પરથી કાબુ જતો રહેતો હોય છે.. તે સિવાય રોંગ સાઈડ પર આવતા વાહનોને કારણે પણ અકસ્માત સર્જાતા હોય છે.. આ અકસ્માત કેવી રીતે સર્જાયો તેની માહિતી મળી નથી. પોલીસે ઘટના સ્થળ પર આવી તપાસ હાથ ધરી છે.
ગાડીમાંથી મળી આવી દારૂની બોટલો
બોપલમાં જે અકસ્માત સર્જાયો તે ફોર્ચ્યુનર કાર અને થાર વચ્ચે સર્જાયો છે. મળતી માહિતી અનુસાર ગાંધીનગર તરફથી ફોર્ચ્યુનર કાર આવી રહી હતી અને તે ધડાકાભેર થાર કાર સાથે અથડાઈ અને ઘટનાસ્થળ પર ત્રણ લોકોના મોત થઈ ગયા છે.. ગાડીમાંથી દારૂની બોટલો મળી આવી છે. ગુજરાતમાં તો દારૂબંધી છે..
કોઈ પણ ડર વગર લોકો ગાડીમાં લઈને ફરે છે દારૂની બોટલ!
ફરી એક વખત દારૂબંધી કાયદાના ધજાગરા ઉડ્યા છે. ખુલ્લેઆમ દારૂનું વેચાણ થાય છે તેવી ઘટનાઓ અનેક વખત આપણી સામે આવી છે.. હવે તો ગાડીમાં લોકો દારૂની બોટલ રાખે છે અને તે પણ કોઈ પણ ડર વગર.. કાયદા વ્યવસ્થાનો તો જાણે લોકોને ડર જ નથી.. ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..