Ahmedabad - શિક્ષકની આવી ક્રૂરતા! માધવ પબ્લિક સ્કૂલના શિક્ષકે વિદ્યાર્થીને માર્યા અનેક લાફા, વીડિયો વાયરલ થતા લેવાયા આ પગલા!


  • Published By :
  • Published Date : 2024-10-01 16:23:40

બાળકના જીવનમાં માતા પિતા બાદ સૌથી મોટું વ્યક્તિ હોય તો તે શિક્ષક છે.. આપણે ત્યાં શિક્ષકને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે.. શિક્ષકો બાળકને પોતાના સંતાનો જેવો પ્રેમ કરતા હોય છે પરંતુ અનેક શિક્ષકો એવા હોય છે જેમનામાં હેવાનિયત ભરેલી હોય છે.. વિદ્યાર્થી પર હાથ ઉઠાવતા પહેલા બિલકુલ વિચાર પણ નથી કરતા.. ત્યારે સોશિયલ મીડિયા પર એક શાળાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં શિક્ષક એક વિદ્યાર્થીને જબરદસ્ત મારે છે... એક સાથે અનેક લાફા ઝીંકી દે છે... 

શિક્ષક વિદ્યાર્થીની બેંચ પાસે ગયા.


શાળાના શિક્ષકે વિદ્યાર્થીને માર્યો ઢોર માર!

મળતી માહિતી અનુસાર જે શાળાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે વીડિયો અમદાવાદના પૂર્વ વિસ્તારની માધવ પબ્લિક સ્કૂલનો છે.. એક શિક્ષક બાળકને ઢોર માર મારી રહ્યા છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.. વીડિયો વાયરલ થયા બાદ ડીઈઓએ આ વિષયની નોંધ લીધી છે અને ખુલાસો માગ્યો છે.. એવી માહિતી સામે આવી છે કે સ્કૂલે શિક્ષકને સસ્પેન્ડ કરી દીધા છે. આ વીડિયોની નોંધ શિક્ષણ મંત્રીએ પણ લીધી છે અને પરિપત્ર જાહેર કર્યો છે.. શિક્ષક વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી વાત કરી છે..



આવા શિક્ષકો વિશે તમારૂં શું માનવું છે!

એવી માહિતી પણ સામે આવી છે કે આવી ઘટનાઓ ના બને તે માટે ચોક્કસ પગલા લેવા માટે કહેવામાં આવ્યું છે.. ડીઈઓએ શાળાની મુલાકાત પણ લીધી છે..  મહત્વનું છે કે વિદ્યાર્થીઓ ઘર પછી સૌથી વધારે સમય શાળામાં રહેતા હોય છે.. ત્યારું આ મામલે શું કહેવું છે તે અમને કમેન્ટમાં જણાવો.... 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે