Ahmedabad - Sabarmati Express : પતિના શ્વાસ થંભી ગયા પત્ની ઊંઘમાં સમજી, 13 કલાક સુધી સાબરમતી ટ્રેનમાં મુસાફરી કરી!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-05 11:20:07

ક્યારેક ક્યારેક એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જે સાંભળી આપણને વિશ્વાસ જ ના આવે..એવો જ કિસ્સો સામે આવ્યો છે જેમાં પતિનું મોત થઇ ગયું પણ પત્નીને ખબર ના પડી પત્ની પતિને ઊંઘતા હોવાનું સમજીને બાજુમાં બેસી રહી અને સાબરમતી એક્સપ્રેસમાં 13 કલાક શબ સાથે મુસાફરી કરી.

13 કલાક સુધી મૃતદેહ સાથે કરી મુસાફરી 

મોત ક્યારે આપણને આવી જશે તેની ખબર નથી હોતી. અનેક સફર એવી હોય છે જે અંતિમ સફર સાબિત થાય. ત્યારે એક એવી ઘટના સામે આવી છે. અમદાવાદથી દરભંગા જતી સાબરમતી એક્સપ્રેસમાં એક મહિલા તેના પતિના મૃતદેહ સાથે 13 કલાક સુધી મુસાફરી કરતી રહી અને તેને ખબર જ ન હતી. પતિ સુઈ ગયા છે એમ સમજીને તેણે પતિને ઉઠાડ્યા નહી અને સુવા દીધા. પતિની ઊંઘની ચિંતામાં તે ક્યારેક પગ દબાવતી તો ક્યારેક માથું દબાવતી. મુસાફરી દરમિયાન, તે ઘણી વખત તેના પતિની પાસે સૂઈ ગઈ, પરંતુ પત્નીને ખ્યાલ નહોતો કે તેનો શ્વાસ બંધ થઈ ગયો છે.



ઝાંસી પહોંચે તે પહેલા જ થઈ ગયું હતું મોત 

જ્યારે એકસાથે મુસાફરી કરી રહેલા મુસાફરોએ તેના પતિની ધબકારા જોઈ તેની પત્નીને કહ્યું કે ટ્રેન ઝાંસી પહોંચે તે પહેલાં તેણે શ્વાસ લેવાનું બંધ કરી દીધું હતું, તોય પતિ હવે દુનિયામાં નથી રહ્યા તેવો વિશ્વાસ ન થયો. જ્યારે ટ્રેન ઝાંસી પહોંચી ત્યારે રેલવે સ્ટાફ મૃતદેહને ઉતારવા આવ્યો ત્યારે તે ચોંકી ગઈ હતી 


સુરતમાં કાર ડ્રાઈવર તરીકે કરતા હતા નોકરી 

અયોધ્યાના ઈનાયત નગર પોલીસ સ્ટેશન વિસ્તારના મજલાઈ ગામનો રહેવાસી રામકુમાર કોરી જેની ઉંમર 36 વર્ષની હતી અને તે સુરતમાં એક વેપારીને ત્યાં કાર ડ્રાઈવર હતો. તે તેની પત્ની પ્રેમા અને બે બાળકો રાજ અને સાવિત્રી સાથે સુરતમાં રહેવા આવ્યો હતા. લગભગ 20 દિવસ પહેલા રામકુમાર રોડ અકસ્માતમાં ઘાયલ થયા હતા. 


સાબરમતી એક્સપ્રેસમાં નિકળ્યો હતો પરિવાર 

પ્રેમા તેની સારવાર કરાવી રહી હતી, પરંતુ એકલા હોવાને કારણે તેને વારંવાર હોસ્પિટલ લઈ જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. આવી સ્થિતિમાં પ્રેમાએ તેના પતિ રામકુમાર અને બાળકો સાથે ગામ પરત ફરવાનું નક્કી કર્યું. પતિનો મિત્ર સુરેશ યાદવ મદદ માટે તેની સાથે આવવા તૈયાર થયો હતો. અયોધ્યા જવા માટે છાયાપુર સ્ટેશનથી સાબરમતી એક્સપ્રેસમાં આ પરિવાર નીકળ્યો હતો પતિને વ્હીલચેરની મદદથી ટ્રેનમાં લઈ જવામાં આવ્યો અને તેને બર્થ પર સુવડાવવામાં આવ્યો. 


પતિને જગાડવાનો પ્રયાસ કર્યો પરંતુ 

પોતાના બીમાર પતિની તબિયત વિશે ચિંતિત પ્રેમા આખી રાત તેના પતિનું માથું દબાવતી રહી. સવારે 8 વાગ્યે જ્યારે ટ્રેન ઉજ્જૈન પહોંચી ત્યારે તેણે તેના પતિને જગાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેના શરીરમાં કોઈ હલચલ જણાતી ન હતી. પ્રેમાને લાગ્યું કે તે ગાઢ નિંદ્રામાં છે તેથી તેણે તેના પગ પણ દબાવવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન પતિના મિત્ર સુરેશ યાદવે રામકુમારની નસ જોઈ અને પછી ખબર પડી કે રામકુમારનો શ્વાસ બંધ થઈ ગયો છે. પરંતુ, તેણે આ વાતની જાણ પ્રેમાને કરી ન કારણ કે તેને ડર હતો કે તેના પતિના મૃત્યુની જાણ થતાં, પ્રેમા રડવાનું અને ચીસો પાડવાનું શરૂ કરશે


પત્નીને ખ્યાલ ન હતો કે પતિનું મોત થઈ ગયું છે!

ઉજ્જૈનથી ઝાંસી સુધીની 427 કિમીની સફર દરમિયાન પ્રેમા તેના પતિના પગ દબાવતી રહી અને ક્યારેક તેના માથાને ટેકો આપતી રહી. પત્નીને ખ્યાલ નહોતો કે તેના પતિએ શ્વાસ લેવાનું બંધ કરી દીધું છે. રાત્રે 8 વાગ્યે યુવકના મોતની જાણ સહ-યાત્રીઓને થતાં તેઓએ વિરોધ કર્યો હતો, પરંતુ પ્રેમાને કંઈ સમજાયું નહીં. મંગળવારે રાત્રે 8.30 વાગ્યે જ્યારે ટ્રેન ઝાંસી પહોંચી, ત્યારે પ્રેમાએ જીઆરપીને રામકુમારના મૃતદેહને ઉતારતા અટકાવ્યો, પરંતુ તેના મૃત્યુ વિશે જાણ્યા પછી તે ભાંગી પડી હતી જ્યાં સહ-યાત્રીઓએ તેને સંભાળી હતી.




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?