અમદાવાદ પોલીસના સાબરમતી પોલીસ મથકે સાબરમતીના રેલવે કોલોની વિસ્તારમાં ચાલી રહેલા જુગારધામમાં રેડ પાડીને 10 લાખ રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. સાબરમતી પોલીસે 12 લોકોને ઝડપી પાડ્યા હતા જેમાં 3 લોકો વોન્ટેડ છે.
જુગારધામમાં 10 લાખનો મુદ્દામાલ જપ્ત
અમદાવાદ પોલીસે જુગારધામમાં રેડ પાડીને 12 લોકોને ઝડપી પાડ્યા હતા. સાબરમતી વિસ્તારના ગુરુદ્વારા પાછળના રેલવે કોલોનીમાં દરોડા પાડ્યા હતા. પોલીસને બાતમી મળી હતી કે ત્યાં મોટો જુગારધામ ચાલી રહ્યો છે. જુગારધામમાંથી પોલીસને 2 લાખ રૂપિયાની રોકડ રકમ મળી હતી જે પોલીસે જપ્ત કરી હતી. આ સિવાય પોલીસે 70 લાખની કિંમતના 14 મોબાઈલ, 7 લાખનું એક ફોરવ્હીલ અને 80 હજારની કિંમતના 3 ટુવ્હીલ ઝડપી પાડ્યા હતા.
3 જુગારીઓ વોન્ટેડ બોલે છે
સાબરમતી પોલીસે જુગારધામમાંથી 12 લોકોને પકડી પાડ્યા હતા. જુગારધામ ચલાવનાર મુખ્ય આરોપી, તેનો પાર્ટનર અને જુગારધામ માટે સરકારી ક્વાર્ટર ભાડે આપનાર 1 રેલવે કર્મચારી હાલ વોન્ટેડ છે.
મામલાની ગંભીરતા જોઈ DGPએ લીધો ત્વરિત નિર્ણય
જુગારધામ પકડાતા આ અંગે ત્વરિત એક્શન લેવામાં આવ્યા હતા. જેમાં રાજ્યના DGPએ પોલીસ ઈન્સપેક્ટર આર.એસ.ઠાકર અને PSI વી.એ. પરમારને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ઉપરાંત આ કેસમાં IPSની પૂછપરછ પણ થઈ શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ PSI દર્શન એજન્સીના વહીવટદાર હોય તેમજ હેડ કોન્સ્ટેબલ કિશોરસિંહ IPSનો વહીવટદાર હતો. આ કેસમાં જુગારધારા તથા IPCની કલમો 406, 409 ઉપરાંત આખા કાંડમાં ષડયંત્રનો ગુનો પણ ઉમેરાયો છે. આવો કેસ ગુજરાતમાં પ્રથમ વખત બન્યો છે. ઉપરાંત રેલવે ડિસમિસ કર્મચારીએ જ સરકારી કર્વાટર્સ બાબુ દાઢીને આપ્યું હતું તેવું સામે આવ્યું છે.