અમદાવાદના સફાઈ કર્મીઓએ એસીડ ગટગટાવ્યું, હાલત ગંભીર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-08 19:43:41

દેશમાં એક તરફ સ્વચ્છ ભારત અભિયાન ચાલી રહ્યું છે તો બીજી તરફ અમદાવાદમાં સફાઈ કામદારો પોતાની પડતર માગણીઓને લઈ રસ્તા પર ઉતરી આવ્યા છે. બોપલ તેમજ ઘુમા વિસ્તારના 53 જેટલા જ સફાઈ કામદારોને કોર્પોરેશનમાં રોજિંદા કર્મચારી તરીકે નિમણૂક કરાતા વિવાદ સર્જાયો છે. પોતાની માગ ન સ્વીકારાતા સફાઈ કામદારોએ આત્મ વિલોપન કરવાનો પ્રયત્ન કર્યો છે. સફાઈ કામદારોએ ફિનાઈલ પી લેતા સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.



તમામ સફાઈ કર્મચારીને નોકરી ન મળતા ભભૂક્યો રોષ  

બોપલ અને ઘુમાં વિસ્તાર સફાઈ માટે જ્યારે નગરપાલિકામાંથી કોર્પોરેશનમાં ભળ્યું ત્યારે અમિત શાહની સૂચના બાદ 53 જેટલા કર્મચારીઓનું લીસ્ટ કોર્પોરેશનમાં અપાયું હતું. જે બાદ 2 સપ્ટેમ્બરથી તેઓ પોતાના કામ પર લાગ્યા હતા. માત્ર 53 સફાઈ કર્મચારીઓને જ કામ પર રખાતા બાકીના સફાઈ કર્મચારીએ વિરોધ નોંધાવ્યો હતો. અનેક કર્મચારી કામ પર પહોંચ્યા હતા તો બાકીના કર્મચારીઓ પોતાના કામ પર ન પહોંચ્યા હતા. બોપલ વિસ્તારમાં સફાઈ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. 25 જેટલી મહિલાઓ તેમજ પુરૂષ કામદારો બોપલ વિસ્તારમાં ચાલી રહેલી સફાઈના સ્થળે પહોંચી વિરોધ નોંધાવ્યો હતો. 


પોતાની માગ ન સ્વીકારાતા સફાઈ કર્માચારીઓનો AMC સામે વિરોધ 

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટના જણાવ્યા અનુસાર સવારથી જ પોલીસ બંદોબસ્ત વચ્ચે સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી હતી. બોપલ વિસ્તારમાં સફાઈ માટે જે કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી હતી તેમાંથી કેટલાક કર્મચારીઓ હાજર થયા હતા. પરંતુ ઉપસ્થિત સફાઈ કર્મચારીઓ દ્વારા જે કામગીરી થઈ રહી છે તેમાં તેઓ અડચણરૂપ બની રહ્યા છે અને તંત્રને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તો પી.આર. જાડેજા (બોપલ પોલીસ સ્ટેશનના PI)એ જણાવ્યું હતું કે કેટલાક કર્મચારીઓએ ફિનાઇલ પીધું હોવાનું જાણવા મળ્યું છે અને હાલમાં તેઓને સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.  


આત્મવિલોપન કરવાનો કરાયો પ્રયાસ 

વિરોધ કરી રહેલા આગેવાનોએ વિરોધ નોંધાવ્યો હતો. સફાઈ કામદારોએ ઉગ્ર બની સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. 6 લોકોએ ફિનાઈલ પીને પોતાના જીવનને ટુંકાવાનો પ્રયાસ કર્યો હતો. ફિનાઈલ પી લેતા 3 મહિલા અને 3 પુરૂષોને સારવાર અર્થે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. પોતાની માગ ન સ્વીકારાતા આત્મવિલોપન કરવાનો પ્રયાસ કેટલો યોગ્ય



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?