અમદાવાદની હવા છે ગુજરાતની સૌથી પ્રદુષિત હવા! જાણો કયા વિસ્તારોની હવા બની રહી છે ઝેરી હવા


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-04-17 11:43:58

એક સમચ એવો હતો જ્યારે પ્રદુષણને લઈ દિલ્હીની વાત કરવામાં આવતી હતી. દિલ્હીની હવા પ્રદુષિત હતી. ત્યારે હવે ગુજરાતની હવા પણ પ્રદુષિત થઈ રહી છે. રાજ્યમાં થઈ રહેલો એક તરફી વિકાસનો ભોગ પ્રકૃતિને બનવું પડી રહ્યું છે. અમદાવાદ અને વટવા ગુજરાતના સૌથી પ્રદુષિત શહેરો છે તેવો રિપોર્ટ કેન્દ્રીય વન અને પર્યાવરણ વિભાગ દ્વારા આપવામાં આવ્યો છે. અમદાવાદની હવા ઝેરી બનતી જઈ રહી છે. 


અમદાવાદની હવા બની ઝેરી! 

કેન્દ્રીય વન પર્યાવરણ વિભાગે પ્રદુષિત શહેરોની યાદી જાહેર કરી છે. જેમાં ગુજરાતના શહેરોનો પણ સમાવેશ થાય છે. સમગ્ર ગુજરાતના શહેરોમાં વધતા પ્રદુષણની વાત કરીએ તો તેમાં અમદાવાદ શહેરનું નામ સૌથી આગળ છે. અમદાવાદ શહેરની હવા સૌથી વધારે પ્રદુષિત છે. હવામાં પાર્ટીક્યુલેટ મેટર એટલે કે પીએમ-10ની માત્રા સતત વધતી જઈ રહી છે. જેને લઈ ચિંતામાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદનો વટવા વિસ્તાર સૌથી પ્રદુષિત છે. વટવા સિવાય અમદાવાદની પીએમ 121 નોંધાઈ હતી, અંકલેશ્વરનું 120 પીએમ, જામનગરમાં 116 પીએમ, વાપીનું 114 પીએમ, વડોદરાનું પીઅમ 111 નોંધાયું હતું. સુરતનું પીએમ 100 નોંધાયું હતું.      



કપાતા વૃક્ષોને કારણે વધી રહ્યું છે પ્રદુષણ!

ત્યારે વધતું પ્રદુષણ એક ચિંતાજનક વિષય છે. કારણ કે જો હવા જ પ્રદુષિત હશે તો લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડશે. ત્યારે અમદાવાદનું એર ક્વોલિટી ઈન્ડેક્સના આંકડા ડરાવનારા છે. પ્રદુષણનું સ્તર સતત વધતું જઈ રહ્યું છે. ત્યારે પ્રદુષણ વધવાનું કારણ વૃક્ષોનું પતન પણ છે. વિકાસના નામે અનેક વૃક્ષોને કાપી નાખવામાં આવ્યા છે. ત્યારે કપાતા વૃક્ષોને કારણે પ્રદુષણ વધતું જઈ રહ્યું છે.     




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?