દિવાળી પર્વની શરૂઆત જ્યારથી થઈ છે ત્યારથી એક શબ્દની ચર્ચા અનેક વખત કરવામાં આવી રહી છે તે છે વાયુ પ્રદૂષણ. પહેલા આ ચર્ચા અમદાવાદ માટે નહીં દિલ્હી માટે થઈ રહી હતી પરંતુ દિવાળી બાદ આ શબ્દની ચર્ચા અમદાવાદ સહિતના શહેરો માટે થઈ રહી છે. દિવાળી બાદ અમદાવાદની હવા પણ પ્રદૂષિત થઈ રહી છે. શહેરના અનેક વિસ્તારોની હવા ઝેરીલી બની ગઈ છે. વિસ્તાર વાર વાત કરીઓ તો અમદાવાદના રખિયાલ અને ગ્યાસપુરમાં સૌથી ખરાબ હવાનું બહાર આવ્યું છે. જ્યારે ગ્યાસપુરમાં 148 AQI, રખિયાલમાં 148 AQI પહોંચ્યું છે. બીજી બાજુ અમદાવાદના પોશ વિસ્તાર સેટેલાઇટ અને મણિનગરમાં પણ પોલ્યુશન વધ્યું છે.
અમદાવાદની હવા પણ બની પ્રદૂષિત
વાયુ પ્રદૂષણની સમસ્યા પ્રતિદિન ગંભીર બની રહી છે. દિલ્હીની હવા પ્રદૂષિત છે તેવી વાતો અનેક વખત કરતા હતા પરંતુ અમદાવાદની હવા પણ ઝેરીલી બની ગઈ છે. શહેરના અનેક વિસ્તારોમાં એક્યુઆઈ વધી ગયો છે જે લોકોના શરીર માટે હાનિકારક સાબિત થઈ શકે છે. દિવાળીની ઉજવણી લોકોએ મનમૂકીને કરી લીધી. પરંતુ હવે અમદાવાદની હવા અશુદ્ધ થઈ ગઈ છે. ફટાકડા ફોડવાને કારણે પ્રદૂષણનું સ્તર વધ્યું છે જેને કારણે હવા ઝેરીલી બની ગઈ છે. ફટાકડાને કારણે હવા પ્રદૂષણએ ચિંતા વધારી છે. નાના બાળકોથી લઈ મોટા લોકોએ ફટાકડા ફોડી તહેવારની ઉજવણી કરી છે પરંતુ આ ફટાકડાને કારણે વાયુ પ્રદૂષણ વધી ગયું છે લોકોના જીવ પર સંકટ વધ્યું છે.
ક્યાં કેટલું નોંધાયું એક્યુઆઈ?
અમદાવાદના અનેક વિસ્તારોનું એક્યુઆઈ વધ્યું છે જેને કારણે લોકો કહી રહ્યા છે કે અમદાવાદની હવા ઝેરીલી બની ગઈ છે. અલગ અલગ વિસ્તારમાં નોંધાયેલા એક્યુઆઈની વાત કરીએ તો વટવા જીઆઇડીસી વિસ્તારની હવા સૌથી વધારે પ્રદૂષિત ગણવામાં આવી રહી છે કારણ કે ત્યાંનો AQI 171 નોંધાયો છે. તો કઠવાડા તેમજ મણિનગર 169 AQI સાથે બીજા નંબર પર છે. પીરાણા અને ગ્યાસપુર વિસ્તારમાં 168ની આસપાસ AQI પર પહોંચ્યો છે. તે ઉપરાંત અમદાવાદનો એક્યુઆઈ 164 પર પહોંચ્યો છે.
શ્વાસ લેવામાં લોકોને પડે છે મુશ્કેલી
મહત્વનું છે કે હવા પ્રદૂષિત થવાને કારણે લોકોને શ્વાસ સંબંધિત સમસ્યાઓ પણ થઈ રહી છે. દિવાળી સમયે ફોડવામાં આવેલા ફટાકડા વાયુ પ્રદૂષણ ફેલાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે! દિલ્હી સાથે સાથે અમદાવાદની હવા પણ પ્રદૂષિત બની રહી છે. ઉલ્લેખનિય છે કે થોડા સમયની મજા બીજા બધા માટે સજા રૂપ બની શકે છે!