અમદાવાદના ઈસ્કોન બ્રીજ પર તથ્ય પટેલ નામના નબીરાએ ગમખ્વાર અકસ્માત સર્જીને 10 લોકોનો ભોગ લીધો હતો. જો આ ભયાનક દુર્ઘટના બાદ શહેર પોલીસ એક્શનમાં આવી ગઈ છે અને સ્પેશિયલ ડાઈવ શરૂ કરી છે. અમદાવાદ ઈન્ચાર્જ આરટીઓએ નિયમોના ભંગ કરનારા શહેરના વાહન ચાલકો સામે કાર્યવાહી શરૂ કરી છે. અમદાવાદ ઈન્ચાર્જ આરટીઓએ છેલ્લા 30 દિવસમાં અમદાવાદ શહેરવાસીઓ પાસેથી 48 લાખથી વધુનો દંડ વસૂલ્યો છે. અમદાવાદ આરટીઓએ ઓવર સ્પીડમાં વાહન ચલાવતા 215 કેસ નોધાયા છે. તેમજ ડેન્જર ડ્રાઈવિંગ મામલે પણ 148 કેસ નોંધાયા છે. ઓવર સ્પીડ અને ડેન્જર ડ્રાઈવિંગમાં લાયસન્સ રદ સુધીની કાર્યવાહી કરવામાં આવે છે. અને ડેન્જર ડ્રાઈવિંગ કેસમાં 2 લાખ 58 હજારનો દંડ વસુલ કર્યો છે. છેલ્લા 30 દિવસમાં અમદાવાદ શહેરમાં 3324 કેસ નોંધાયા છે.
આ નિયમોના ભંગ બદલ થઈ કાર્યવાહી
અમદાવાદ ઈન્ચાર્જ આરટીઓએ આ અંગે જણાવ્યુ છે કે, છેલ્લા 30 દિવસમા ટ્રાફિક અને આરટીઓના નિયમ ભંગ બદલ પીયુસી ન હોવાના 788 કેસમાં 3 લાખ 96 હજારનો દંડ વસુલ કર્યો છે. લાયસન્સ ન હોવાના 680 કેસમાં 14 લાખ 36 હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો. ઈન્સ્યોરન્સ ન હોવા બદલ 494 કેસ 9 લાખ 94 હજારનો દંડ લેવામાં આવ્યો છે. હેલમેટ 156 કેસ, ડેન્જર ડ્રાઈવિંગના 148 કેસ અને ઓવર સ્પીડના 215 સહિન કુલ 3324 કેસમા નોંધાયા છે. 48 લાખથી વધુનો દંડ વસુલ કરવામાં આવ્યો છે. ઓવર સ્પીડ માટે પણ નિયમ છે, જો કે દરેક રોડ પર અલગ અલગ સ્પીડ નક્કી કરવામાં આવેલ છે. અને જો એ સ્પીડ પ્રમાણે વાહન ચલાવતા નથી તો ઓવર સ્પીડ વાહનને લઈ કાર્યવાહી થય શકે છે.