અમદાવાદ: વ્યાજખોરોએ સ્પા સંચાલકને રૂપિયા નહીં આપે તો કિડની વેચી નાખવાની ધમકી આપતા હડકંપ


  • Published By :
  • Published Date : 2023-12-11 20:26:39

રાજ્યમાં વ્યાજખોરોનો ત્રાસ દિવસે-દિવસે વધી રહ્યો છે, માણસની મજબુરીનો લાભ ઉઠાવી ચક્રવૃધ્ધી વ્યાજ વસુલતા વ્યાજખોરોની હેરાનગતિથી કંટાળી પીડિત વ્યક્તિ મોતને વ્હાલું કરતા અચકાતી નથી. રાજ્યના ગૃહ વિભાગે વ્યાજખોરોના ત્રાસથી પીડિત લોકોને ન્યાય અપાવવા રાજ્યભરમાં ખાસ ઝૂંબેશ ચલાવી હતી. જો કે જેવી આ ઝૂંબેશ નબળી પડી કે, થોડા જ સમયમાં વ્યાજખોરો ફરીથી સક્રિય બની ગયા છે. લોકોના ઘર, મિલકત અને જમીન પચાવી પાડવાના કિસ્સા વધી રહ્યાં છે. અમદાવાદમાં એક સ્પા સંચાલક પાસે વ્યાજખોરોએ વ્યાજના રૂપિયાની માગ કરીને કિડની વેચી કાઢવાની ધમકીઓ આપતા સ્પા સંચાલકે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ચાર વ્યાજખોરો સામે FIR નોંધઆવતા પોલીસે આ મામલે આરોપીઓ વિરૂધ્ધ કાર્યવાહી શરૂ કરી છે.  


શું છે સમગ્ર મામલો?


અમદાવાદમાં સેટેલાઇટ વિસ્તારમાં રહેતા અને માનસી સર્કલ પાસે સ્પા ચલાવતા રાજુભાઈ કોટિયાએ વધુ સ્પા ખોલવા અને ધંધો વિસ્તારવા માટે ચાર વ્યાજખોરો પાસેથી કટકે-કટકે 1 કરોડ જેટલા રૂપિયા વ્યાજે લીધા હતા. જો કે તેમની આ ભૂલ તેમના માટે હવે મોટી મુશીબત બની રહી છે. રાજુભાઈ કોટિયાના જણાવ્યા મુજબ સ્પાનો વ્યવસાય સારો ચાલતો હોવાથી તેમણે વધુ સ્પા ખોલવા, ફર્નિચર બનાવવા અને જૂની બેન્કની લોનના હપ્તા ભરવા માટે પૈસાની જરૂરિયાત હોવાથી પોતાના મિત્ર હાર્દિક ત્રિપાઠી થકી વર્ષ 2020માં વનરાજસિંહ ચાવડા નામના શખ્સ પાસેથી 55 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જેને સમયસર વ્યાજ ચૂકવી દેતા હતા. તેમ છતાં જો ક્યારેક વ્યાજ ચૂકવવામાં મોડુ થાય તો ધાક ધમકી આપવામાં આવતી હતી. આ ઉપરાંત બીજા 2.50 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. એ રકમ પણ ચુકવી દીધી હોવા છતાં પત્નીની કાર બળજબરીથી લઇ લીધી હતી. વનરાજ ચાવડાને 35 લાખ રૂપિયા ટૂકડે-ટૂકડે કરીને ચૂકવી દીધા હતા. જોકે છેલ્લા ત્રણ મહિનાથી વ્યાજ ચૂકવી ન શકતા અને સરકારી ધારા-ધોરણ કરતા પણ વધારે વ્યાજ ચૂકવવામાં આવ્યું હોવા છતાં પણ વનરાજ ચાવડા દ્વારા ધાક ધમકીઓ આપવામાં આવતી હતી. તેમજ પૈસા નહીં આપે તો કિડની વેચી કાઢવાની અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતો હતો. મનોજ ખત્રી પાસેથી પણ ફરિયાદીએ 2022માં 45 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. સમયસર વ્યાજ ચૂકવવાની સાથે પહેલા 30 લાખ રૂપિયા અને બાદમાં 15 લાખ રૂપિયા ચૂકવી દીધા હતા. તેમ છતાં મનોજ ખત્રી દ્વારા છેલ્લા ત્રણ મહિનાથી ધમકીઓ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત હાર્દિક ત્રિપાઠી અને કમલેશ પટેલ દ્વારા પણ ધાક ધમકીઓ આપવામાં આવી રહી છે વર્ષ 2020થી અત્યાર સુધીમાં વનરાજસિંહ ચાવડા, મનોજ ખત્રી, હાર્દિક ત્રિપાઠી, કમેલશ પટેલને સરકારી ધારા-ધોરણ કરતા વધારે વ્યાજ ચૂકવવામાં આવ્યું હોવા છતાં પણ આ વ્યાજખોરો દ્વારા ફરિયાદીને તેની ઓફિસ અને ઘરે જઇને તથા ફોન પર અવાર-નવાર વધુ વ્યાજ આપવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે અને ધાકધમકીઓ આપવામાં આવી રહી છે. જીવનું જોખમ વધતા રાજુભાઈએ ચાર વ્યાજખોરો સામે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.


વ્યાજના ચક્કરમાં જમીન,મકાન અને સોનું વેચવું પડ્યું


રાજુભાઈ કોટિયાના જણાવ્યા પ્રમાણે ચારેય વ્યાજખોરોનાં ત્રાસથી ફરિયાદીએ પોતાની જમીન, મકાન સોનું સહિત કિંમતી ચીજ-વસ્તુઓ વેચી તમામ પૈસા વ્યાજ સહિત ચૂકી દીધા હતા તેમ છતાં પણ છેલ્લા 3 મહિનાથી વ્યાજખોરો ત્રાસ આપતા હતા. વ્યાજખોર વનરાજસિંહ ચાવડા નિવૃત્ત પોલીસ અધિકારીનો પુત્ર હોવાનો પણ ફરિયાદી રાજુભાઈનો આક્ષેપ છે. જેથી સેટેલાઇટ પોલીસએ ચાર વ્યાજખોરો વિરુદ્ધ ગુનો નોંધીને તેમના ગુનાહિત ઇતિહાસ ને લઈ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત આ વ્યાજખોરો એ અન્ય કોઈ પરિવાર પાસેથી વ્યાજની ઉઘરાણી કરી છે કે નહિ તે મુદ્દે તપાસ હાથ ધરી છે. થોડાક સમય અગાઉ ગુજરાત પોલીસે અનેક વ્યાજખોરો સામે ગુના નોંધીને તેમને જેલના હવાલે કર્યા હતા. આમ છતાં કેટલાક વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીના બનાવો રાજ્યના વિવિધ શહેરોમાં વધી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?