Ahmedabad રિંગ રોડ પર ACBએ 100 રુપિયાની લાંચ લેતા પોલીસકર્મીને ઝડપી પાડ્યા, નાના કર્મીઓને પકડાય છે પરંતુ...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-23 10:29:09

અમદાવાદનો રિંગ રોડ પોલીસ માટે તોડ કરવાનો રોડ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. તોડકાંડની શાહી હજી સુકાઈ નથી અને ફરી એકવાર એક નાની માછલી ઝડપાઇ છે. પણ મગરમચ્છ કેમ નથી ઝડપાતા તે સવાલ છે? અનેક વખત આવા સમાચાર સામે આવતા હોય છે કે 100 રુપિયા કે 1000 રુપિયાની લાંચ લેતા કર્મીઓ પકડાય છે. ત્યારે આવો જ એક કિસ્સો અમદાવાદમાં બન્યો છે. 

100 રુપિયાની લાંચ લેતા પકડાયા કોન્સ્ટેબલ

અમદાવાદ રિંગરોડ પર ફરી એકવાર લાંચ લેતા પોલીસ કોન્સ્ટેબલ પકડાયા છે. અમદાવાદમા મેચના દિવસે થયેલા તોડકાંડ બાદ ACB એક્ટિવ થઇ હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદ રિંગ રોડના ઓગણજ સર્કલ પર ACBએ ઇન્દ્રસિંહ કપુરજી ઠાકોર નામના કોન્સ્ટેબલને લાંચ લેતા રંગે હાથ પકડ્યા છે. ACBની ટીમ છોટા હાથી ગાડીમાં બેસી ગઈ હતી અને ઓગણજ સર્કલ પર ઉભેલા એક કોન્સ્ટેબલે 100 રૂપિયાની લાંચ માંગી હતી. લાંચ લેતાની સાથે જ તેને એસીબીએ પકડી લીધો હતો. અમદાવાના રિંગરોડ પર પર સામાન્ય રીતે અમદાવાદ બહારના લોકો પસાર થતા હોય છે. જેમને પોલીસ રોકી તેમની પૂછપરછ કરે છે ને પછી જો સેટલ થાય તો સેટલ પણ કરે છે. અને કદાચ એમના અધિકારીઓને પણ આ બાબતની ખબર હશે. 


નાના પોલીસ કર્મચારીને પકડી લેવાય છે પરંતુ... 

હવે જે મગરમચ્છની વાત કરવામાં આવી રહી છે તે કથિત રીતે કહેવાતા વહીવટદાર છે. સૂત્રો દ્વારા અમને એવું જાણવા પણ મળ્યું છે આવા વહીવટદારો નાના પોલીસ કમર્ચારીઓ પાસેથી રૂપિયા લે છે અને અધિકારીઓ સુધી પહોંચાડે છે. સૂત્રોનું કહેવું એ પણ છે કે આ કથિત વહીવટદારો પોતાના આકાઓને ખુશ કરવા કર્મચારીઓનું શોષણ સુધી કરતા હોય છે. એટલે જ માછલીઓનો ભોગ લેવાઈ જાય છે અને મગરમચ્છ બિન્દાસ્ત ફરતા હોય છે.



ન માત્ર પોલીસ પરંતુ લોકો પણ હોય છે જવાબદાર!

આવા તોડબાજ પોલીસ કર્મચારીઓ અને તેમના વહીવટદારો જાહેર જનતાના ખિસ્સા ખાલી કરી તેમના આકાઓને ખુશ રાખતા હોય છે. એટલે જ આપણે આવા લોકોથી બચીને રહેવું પડશે કારણ કે વાંક આપણો પણ છે આપણા માય એવા કેટલાય લોકો છે જે સેટલ કરવામાં માહેર છે. અને પછી કહેતા હોય કે જો પતાવી દીધું ને ! પોલીસ ક્યારેય સામાન્ય માણસને હેરાન કરી જ ના શકે જો તો તમે બધા જ કાગળો અને દારૂ પીધા વગર કે લીધા વગર નીકળશો તો તમારે આ સેટલ નહિ કરવું પડે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...