અમદાવાદમાં મેઘરાજાની તોફાની ઈનિંગ, અનેક વિસ્તારો જળબંબાકાર, વાસણા બેરેજના 6 ગેટ ખોલાયા, આજે પણ ભારે વરસાદની આગાહી


  • Published By :
  • Published Date : 2023-09-17 14:50:57

રાજ્યમાં ગઈકાલથી મેઘરાજાની તોફાની ઈનિંગ જોવા મળી રહી છે. અમદાવાદમાં પણ મોડી રાતથી અનરાધાર વરસાદ પડી રહ્યો છે જેના કારણે શહેરનું હવામાન ખુશનુમા બન્યું છે. રાત્રે 3 વાગ્યાથી વહેલી સવારે છ વાગ્યા સુધી શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ત્રણ કલાકમાં સરેરાશ અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 18 મિમી વરસાદ નોંધાયો છે. સવારથી 7 વાગ્યા સુધી શહેરમાં 0.53 મિમી વરસાદ પડ્યો છે. સિઝનનો કુલ 27.17 ઇંચ વરસાદ નોંધાયો છે. શહેરના પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં વરસાદનું પ્રમાણ વધુ છે. પશ્ચિમ ઝોનમાં 1.75 મિમી વરસાદ પડ્યો છે. આજે વહેલી સવારથી જ સમગ્ર શહેરમાં ભારે વરસાદના કારણે જળબંબાકારના દ્રશ્યો સર્જાયા છે. અમદાવાદના કેટલાય નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા લોકો અને વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે. આજે રવિવારની રજા હોવાથી મોટાભાગના લોકો ઘરે રહીને વાતાવરણનો આનંદ માણી રહ્યાં છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, અમદાવાદમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.


શહેરના આ વિસ્તારો જળબંબાકાર

 

અમદાવાદમાં ગઈકાલે રાતથી થઈ રહેલા વરસાદના પગલે શહેરના  એસ.જી હાઈવે, એસ.પી રિંગરોડ, શ્યામલ, જીવરાજ પાર્ક, સેટેલાઈટ, શાંતિપુરા, સનાથનલ, બાકરોલ, કાસિન્દ્રા, ચાંદલોડિયા, ઘાટલોડિયા, ગોતા, બોપલ, પાલડી, મેમનગર, પ્રહલાદનગર, નરોડા, નારોલ, પરિમલ ગાર્ડન, નિકોલ, ચાંદખેડા, શાહીબાગ, એરપોર્ટ, ઇસનપુર ખોખરા, હાટકેશ્વરમાં પણ વરસાદ વરસી રહ્યો છે. આજે ચાર કલાકમાં અમદાવાદ પૂર્વમાં 10.75 એમએમ વરસાદ પડ્યો છે. આ સાથે જ શહેરના પશ્ચિમ વિસ્તારમાં 11.38 એમએમ, ઉત્તર પશ્ચિમ વિસ્તારોમાં 7.63 એમએમ, દક્ષિમ પશ્ચિમમાં 4.30 એમએમ, અમદાવાદ મધ્યમાં 12 એમએમ, ઉત્તરમાં 9.50 એમએમ જ્યારે દક્ષિણ વિસ્તારોમાં 10.25 એમએમ વરસાદ નોંધાયો છે.


વાસણા બેરેજના 6 ગેટ ખોલાયા


અમદાવાદમાં પણ આજે વહેલી સવારથી જ મેઘરાજા બઘડાટી બોલાવી રહ્યા છે જેના કારણે  શહેરના વાસણા બેરેજના 6 ગેટ ખોલવામાં આવ્યા છે. વાસણા બેરેજમાંથી 10 હજાર ક્યુસેક પાણી છોડાયુ છે. ઉપરવાસમાંથી ભારે આવકને પગલે નિર્ણય લેવામાં આવ્યો છે. 


બે વૃક્ષ ધરાશાઈ


અમદાવાદમાં મોડી રાત્રે વરસાદના કારણે શહેરના ડીકેબીન વિસ્તારમાં આવેલી બંસીધર સોસાયટીમાં વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની હતી. જ્યારે મણીનગર વિસ્તારમાં એલજી હોસ્પિટલમાં વૃક્ષ પડ્યું હતું. જેને લઇ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયરબ્રિગેડ દ્વારા વૃક્ષને કાપી અને હટાવવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી.


અમદાવાદ જિલ્લામાં પણ મેઘમહેર


અમદાવાદ જિલ્લામાં પણ સવારે 6 વાગ્યાથી મેઘ મહેર થઈ રહી છે. આકડા જોઈએ તો અમદાવાદ  સિટી 17, એમએમ, દસક્રોઈ 18એમએમ, સાણંદ 16 એમએમ, ધોળકા 10 એમએમ, વિરમગામ 5 એમએમ, બાવળા 4એમએમ, દેત્રોજ-રામપુરા 3એમએમ,માંડલ 2એમએમ વરસાદ ખાબક્યો છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?