અનેક વખત એવા સમાચાર સાંભળ્યા હશે કે વિદેશની ધરતી પર હિન્દુ મંદિરોની દિવાલ પર ખરાબ વાક્યો લખવામાં આવ્યા હોય. આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જેમાં હિંદુ મંદિરોને નિશાન બનાવવામાં આવે છે. ત્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર chiragkapuriya નામના યુઝર્સે એક પોસ્ટ કરી છે જેમાં તેમણે લખ્યું છે કે ઈસરોની સામે શિવાનંદ આશ્રમની બાજુમાં જતા રોડ પર મહિનાઓથી સ્પે કલરથી કોઈ ચિતરી રહ્યું છે.
chiragkapuriya નામના યુઝરે શેર કરી પોસ્ટ
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાથી અનેક વખત સમસ્યાનું સમાધાન થઈ જતું હોય છે. અનેક નેતાઓ, પદાધિકારીઓ એવા છે જે સોશિયલ મીડિયા પર એક્ટિવ હોય છે. જો તેમને ટેગ કરવામાં આવે તો તે વસ્તુની નોંધ પણ લેતા હોય છે અને બને તેટલી મદદ પણ કરતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર chiragkapuriya નામના યુઝરે એક પોસ્ટ કરી છે જેમાં તેમણે લખ્યું છે કે ઈસરો ની સામે શિવાનંદ આશ્રમની બાજુમાં જતાં રોડ પર દીવાલો પર અશ્લીલ ભાષામાં ગાળો, મનુષ્યો ના ગુપ્તાંગો ના ચિત્રો, અપશબ્દો સ્પ્રે કલર થી મહિનાઓ થી કોઈ ચીતરી રહ્યું છે. વાંચતા એવું લાગે કે કોઈ ઇલાઈટ અંગ્રેજી માધ્યમ શાળા ના teenage વિદ્યાર્થીઓનું કારસ્તાન હોઇ શકે. કોને ટેગ કરવા?
અલગ અલગ લોકોએ આપી પ્રતિક્રિયા
મહત્વનું છે કે આ પોસ્ટ પર અલગ અલગ લોકોએ પ્રતિક્રિયા પણ આપી છે. જે વ્યક્તિએ આ પોસ્ટ કરી છે તેમણે એક ફોટો શેર કર્યો છે જેમાં તેમણે મેપ મૂક્યો છે જ્યાંની દીવાલો પર સ્પ્રેથી લખવામાં આવ્યું છે. કોઈએ લખ્યું કે By tagging or Complaining someone will never work here I guess, એની જગ્યા એ આપણા જેવા લોકો ભેગા થઈ તેના ઉપર જ કોઈ સુવિચાર કે સમાજ ને અને એવા છોકરા ઓ ને inspiring msg આપે એવુ ચિત્ર દોરી એ તો? તો કોઈએ લખ્યું કે એ તો અમદાવાદએએમસીને જ ટેગ કરવાનાં હોય ને બીજા કોણ કરે.