Ahmedabad : માત્ર થોડા કલાકોના વરસાદમાં ખુલી નબળી કામગીરીની પોલ! શેલામાં એટલો મોટો ભુવો પડ્યો કે... જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-07-01 12:21:57

અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે.. ગઈકાલે અમદાવાદમાં સારો એવો વરસાદ વરસ્યો.. વરસાદ વરસે તે પહેલા જ અનેક જગ્યાઓથી ભુવા પડવાના સમાચાર આમે આવતા હતા. ત્યારે સવાલ થતો કે હમણા આ હાલ છે તો જ્યારે વરસાદી માહોલ પૂરેપૂરો જામશે ત્યારે શું થશે? શું થાય તેનું ઉદાહરણ અમદાવાદથી સામે આવ્યું છે. જેમાં થોડા જ વરસાદની અંદર રસ્તો સંપર્ક વિહોણો બની ગયો.!  

એટલો મોટો ભુવો પડ્યો કે... 

રસ્તા પર ભૂવા પડે છે, પુલ તૂટે છે ત્યારે આપણે કહેતા હોઈએ છીએ કે ભ્રષ્ટાચારે હદ વટાવી દીધી છે.. આપણી સાથે પણ દુર્ઘટના સર્જાઈ શકે છે.... જે રસ્તા પર આપણે ઉભા હોઈ તે ગમે ત્યારે બેસી જાય, જે બ્રિજ પરથી આપણે પસાર થતા હોઈએ તે અચાનક ધડામ થઈ જાય. પાણી ભરાઈ જવાને કારણે ખાડા પડવા તો અમદાવાદીઓ માટે જાણે સામાન્ય બની ગયું છે પરંતુ જો રસ્તો જ તૂટી જાય તો.. આજુ બાજુ રસ્તો હોય અને વચ્ચે રસ્તો તૂટી ગયો હોય તો.. શેલામાં કંઈક આવુ જ બન્યું છે.... એક વીડિયો સામે આવ્યો છે જે શેલા વિસ્તારના કલબ ઓ સેવન રોડનો છે. 

કોંગ્રેસે આ ઘટનાને લઈ સાધ્યું સરકાર પર નિશાન!

જે વીડિયો સામે આવ્યો છે તેમાં દેખાઈ રહ્યું છે કે પહેલા નાનો ખાડો પડે અને જોત જોતામાં તે રસ્તો નીચે પડી જાય છે. આ ઘટનાને લઈ કોંગ્રેસ દ્વારા નિશાન સાધવામાં આવ્યું છે.. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લખ્યું કે સતત ભ્રષ્ટાચાર.... અવિરત ભ્રષ્ટાચાર... ભાજપનાં ભવાડા.. વિકાસનાં નામે ગાબડા..! અમદાવાદનો વિસ્તારમાં શેલામાં ભ્રષ્ટાચારી ભાજપના ભવાડા ઉજાગર થઈ રહ્યા છે.. તે સિવાય શક્તિસિંહ ગોહિલે પણ આ મામલે ટ્વિટ કર્યું છે..  

  



એ હદે ભ્રષ્ટાચાર વધી ગયો છે કે..... 

ભ્રષ્ટાચાર એ હદે વધી ગયો છે કે થોડા દિવસ પહેલા બનેલો રસ્તો હોય કે બ્રિજ હોય તે લાંબો સમય ટકશે તેની ગેરંટી નથી.. ગમે ત્યારે કોઈ પણ રસ્તો તૂટી જવાની ઘટના બની રહી છે.. આપણે પણ ગમે ત્યારે દુર્ઘટનાનો શિકાર બની શકીએ છીએ.. જો આટલા ભ્રષ્ટાચાર વચ્ચે પણ આપણે જીવતા રહી શકીએ છીએ તો ભગવાનનો આભાર માનજો.. ત્યારે તમારૂં આ ભુવા મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો... 



લોકસભાની ચૂંટણી પછી સૌથી પહેલો સવાલ હતો કે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ કોણ બનશે? આ સવાલનો જવાબ આજે અથવા તો કાલે મળી જશે કારણ કે 4-5મી જુલાઈએ એટલે આજે અને આવતી કાલે ભારતીય જનતા પાર્ટીની કારોબારી બેઠક સાળંગપુરમાં મળવાની છે. આ બેઠકમાં નવા અધ્યક્ષના નામ પર મોહર લાગી શકે છે..

ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષથી એટલો વિકાસ થયો કે છેક રોડ રસ્તામાં બસ આખી ખાડામાં સમાય શકે છે... મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ ગુજરાતમાં કરી અને સ્માર્ટસિટીના દાવા એ જ વરસાદી પાણીમાં ધોવાય ગયા

બ્રિટનમાં સામાન્ય ચૂંટણી માટે ગુરુવારે મતદાન યોજાવાનું છે. બ્રિટનમાં 14 વર્ષથી સત્તા પર રહેલી કન્ઝર્વેટિવ પાર્ટી અને પીએમ ઋષિ સુનક માટે આ ચૂંટણી એક અગ્નિપરીક્ષા સમાન છે. કારણ કે મોટા ભાગના સરવેમાં પાર્ટીની કારમી હારની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો બીજી તરફ, વિપક્ષી લેબર પાર્ટી 2010 પછી સત્તામાં વાપસી કરે તેવી સંભાવનાઓ રહેલી છે.

મહાભારતનું યુદ્ધ ચાલતું હોય અને રણમેદાનમાંથી ભગવાન શ્રી કૃષ્ણ ગીતાનો ઉપદેશ્ય આપે.. કાલિદાસજીના ભોજ પત્રોને ફેંદીએ તો તેમાંથી કવિતા નીકળે.. જનક રાજા હળ ચલાવે તો જમીનમાંથી સીતાજી મળે..