લ્યો બોલો! વોન્ટેડ બુટલેગરને પકડવા ગયેલી અમદાવાદ પોલીસ પર થયો હુમલો, ટોળું છોડાવીને લઈ ગયું


  • Published By :
  • Published Date : 2023-08-08 15:28:42

ગુજરાતમાં દારૂબંધી હવે મજાક બની ગઈ છે, પોલીસના લાખ પ્રયાસો છતાં ગુજરાતમાં દારૂનું બેફામ વેચાણ અને તસ્કરી થાય છે. અમદાવાદમાં એક કુખ્યાત બુટલેગરને પકડવા માટે ગયેલી પોલીસ પર સ્થાનિક લોકોએ હુમલો કરતા હોબાળો મચી ગયો હતો. અમદાવાદમાં સાબરમતી પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ પર હુમલો થવાની ઘટના સામે આવી છે. લિસ્ટેડ બુટલેગરને  પકડવા જતા પોલીસકર્મીઓ પર હુમલો થતા એ સવાલે ચર્ચા જગાવી છે કે પોલીસ શક્તિશાળી છે કે બુટલેગર?. રાજ્યમાં દારૂબંધીનો કડક કાયદો હોવા છતાં બુટલેગરોને હવે પોલીસનો પણ ભય રહ્યો ન હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.


ટોળા સામે ફરિયાદ દાખલ


અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશનની ટીમ પોતાના વિસ્તારમાં એક લિસ્ટેડ પોલીસ કર્મીને પકડવા માટે ગઇ હતી. વોન્ટેડ બુટલેગર સાબરમતી વિસ્તારમાં ઘરે હોવાની બાતમી મળતા તેને પકડવા માટે પોલીસ પહોંચી હતી. જો કે 60થી વધુ લોકોના ટોળાએ પોલીસકર્મીઓ પર હુમલો કર્યો હતો.આ દરમિયાન ત્યાં હાજર 70 જેટલા લોકોના ટોળાએ પોલીસ પર જ હુમલો કરી દીધો અને બુટલેગરને ભગાડી દીધો હતો. આ ઘટનામાં એક મહિલા PSI સહિત 2 પોલીસકર્મીઓને ઇજા પહોંચી છે. નિલેશ ઠાકોર નામના બુટલેગરને પકડવા જતા ટોળાએ હુમલો કર્યો હતો. 11 હુમલાખોર સહિત 70 જેટલા લોકોના ટોળા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વોન્ટેડ બુટલેગર નીલેશ ઠાકોર સાબરમતી, ડભોડા સહિત ઘણા પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનામાં વોન્ટેડ છે.


સમગ્ર મામલો શું હતો?

 

મળતી વિગતો મુજબ, સાબરમતી પોલીસ સ્ટેશનના કર્મીઓને બાતમી મળી હતી કે દારૂ વેચવાના ગુનામાં આગોતરા જામીન લઈને ફરાર આરોપી નિલેશ ઠાકોર ઘરે કથા હોવાથી ત્યાં આવ્યો છે. આથી પોલીસની ટીમ તેને પકડવા માટે ગઈ હતી. જોકે આરોપી પોલીસને જોઈને ભાગવા જતા પોલીસે તેને ઝડપી લીધો હતો. પરંતુ ત્યાં 70 જેટલા લોકોનું ટોળું આવી ગયું અને પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. આ દરમિયાન વોન્ટેડ બુટલેગર ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસે વધુ સ્ટાફ મગાવતા ટોળું વિખેરાઈ ગયું હતું. જોકે ટોળામાંના કેટલાક લોકોને પોલીસે પકડી લીધા હતા. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?