અમદાવાદ પોલીસ એક્શન મોડમાં, મણિનગરમાં દારૂ પીને કાર ઘૂસાડી દેનારા નબીરાઓને જાહેરમાં ફટકાર્યા


  • Published By :
  • Published Date : 2023-07-25 15:26:18

અમદાવાદના ઈસ્કોન ફ્લાયઓવર બ્રિજ પર થયેલા ગમખ્વાર અકસ્માતમાં 10 લોકોના મોત થયા બાદ શહેરની પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. આજે અમદાવાદના મણિનગર વિસ્તારમાં અકસ્માતના આરોપીને પોલીસે પાઠ ભણાવ્યો છે. બિયર પીને કાર ચલાવી અકસ્માત સર્જનાર કેદાર દવે અને તેના મિત્રોને પોલીસે જાહેરમાં માર માર્યો છે. જે સ્થળે તેઓએ કાર અકસ્માત સર્જ્યો હતો તે સ્થળે આજે તેમને લઈને પોલીસ પહોંચી હતી.જે બાદ પોલીસે બરાબરની સર્વિસ કરી હતી. પોલીસનો કેદાર દવે અને તેના મિત્રોને માર મારતો વીડિયો વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક પોલીસકર્મી નબીરાને પકડી રાખે છે, જ્યારે અન્ય એક પોલીસકર્મી તેના પર ડંડાવાળી કરે છે. પોલીસ ફટકારી રહી હતી તે સમયે યુવકો રીતસર કરગરતા જોવા મળ્યા હતા.


નશામાં ધૂત યુવાનો પર પોલીસ ફરી વળી


અમદાવાદના મણીનગર વિસ્તારમાં જવાહર ચોક પાસે પ્રભુ એપાર્ટમેન્ટ સામે 23 જુલાઈની રાત્રે કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી અને બાંકડા સાથે અથડાઈ હતી. જોકે, આ બાંકડા પર બેસેલા ત્રણ વ્યક્તિઓએ સમયસૂચકતા વાપરીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ અકસ્માતની ઘટનામાં કાર ચાલકને પહોંચી ઈજા પહોંચી હતી અને તે નશામાં ધૂત હોવાનું સામે આવ્યું હતું. આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. આ ઘટનામાં કાર ચાલક સહિત 4 નબીરાઓને સ્થાનિકોએ પકડીને પોલીસને સોંપ્યા હતા. પોલીસે કારમાં તપાસ કરી તો બિયરની બોટલ પણ મળી આવી હતી. પોલીસની તપાસમાં કારમાં સવાર કેદાર દવે, રૂત્વિક માંડલિયા, પ્રિત સોની અને સ્વરાજ યાદવ ચારેય નબીરાઓ દારૂ પીધેલી હાલતમાં હોવાનું સામે આવ્યું હતું. જે બાદ પોલીસે ડ્રિન્ક એન્ડ ડ્રાઇવનો ગુન્હો નોંધી તપાસ શરૂ કરી હતી. કાર ચલાવનાર મુખ્ય આરોપી સામે ઇસનપુર ટ્રાફિક પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી, જ્યારે કારમાં સવાર અન્ય ત્રણ સામે મણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. મણીનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એક્ટ હેઠળ ચારેય સામે ફરિયાદ નોંધાઇ હતી. જે બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. 


પરમિટધારક પાસેથી દારૂ ખરીદ્યો હતો


પોલીસની તપાસમાં  સામે આવ્યું કે કારમાં બેઠેલા કેદાર દવે, રૂત્વિક માંડલિયા, પ્રિત સોની અને સ્વરાજ યાદવ ચારેય નબીરાઓ દારૂ પીધેલા હતા. આ ચારેય નબીરાઓએ પરમિટધારક પાસેથી દારૂ લીધો હોવાનું સામે આવ્યું હતું. આ તમામે ઈસનપુર વિસ્તારમાં રહેતા અને દારૂની પરમીટ ધરાવતા જયશીલ રાઠોડ નામના વ્યક્તિ પાસેથી દારૂ લીધો હોવાનું સામે આવ્યું હતું. જેના પૈસા પેટીએમ મારફતે પ્રિત સોનીએ ચૂકવ્યા હતા. પોલીસ હવે જયશીલ રાઠોડ સામે પણ કડક પગલાં લેશે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?