રાજ્યમાં દારૂબંધી હોવા છતાં બેફામપણે દારૂનું વેચાણ અને પીવાય પણ થાય છે. હવે 31મી ડિસેમ્બર નજીક આવી રહી છે ત્યારે અમદાવાદ સહિત રાજ્યના અન્ય શહેરોમાં પણ દારૂની તસ્કરી વધી છે. છેલ્લા ઘણા દિવસોથી અલગ-અલગ જગ્યાઓ પર રેડ કરી દારુ પણ જપ્ત કરવામાં આવી રહ્યો છે. તેમાં પણ દારૂ ઢીંચીને લોકો ડ્રાઈવિંગ કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવા માટે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા એક આદેશ કરવામાં આવ્યો છે. અમદાવાદ પોલીસના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી એક ટ્વીટ કરવામાં આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, અમદાવાદમાં જો કોઈ દારૂ પીને ગાડી ચલાવતા મળી આવશે તેમની સામે FIR નોંધવામાં આવશે.
અમદાવાદ પોલીસ કમિશનરે શું આદેશ કર્યો?
31મી ડિસેમ્બર નજીક આવી રહી છે ત્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા દારૂ ઢીંચીને બેફામ વાહન હંકારતા લોકોને પકડવા કમર કરી છે. ત્યારે હવે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા એક આદેશ કરવામાં આવ્યો છે, જે હાલ શહેરમાં ચર્ચાનું વિષય બન્યો છે. અમદાવાદ પોલીસના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી એક ટ્વીટ કરવામાં આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, શહેરમાં જો કોઈ દારૂ પીને ગાડી ચલાવતા મળી આવશે તેમની સામે FIR નોંધવામાં આવશે અને જે પોલીસ કર્મચારી તેમની વિરૂધ્ધ કેસ કરશે અને તે પકડનારા પોલીસ કર્મચારીને રૂપિયા 200 ઇનામ આપવામાં આવશે. આમ હવે જો અમદાવાદ શહેરમાં જો કોઈ દારૂ પીધેલો ઝડપાશે અથવા દારૂ પીને વાહન ચલાવતો દેખાશે તો તેની ખેર નથી. હવે પોલીસને આ કામ કરવા બદલ ઈનામ પણ મળવાનું હોવાથી તે વધુ ઉત્સાહથી ફરજ બજાવશે.