અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું, રીક્ષા, ટેક્સી , કેબ માટે બનાવ્યા આ કડક નિયમો, 1 નવેમ્બરથી થશે અમલ


  • Published By :
  • Published Date : 2023-10-01 20:08:59

હમણા થોડા દિવસ પહેલા રાત્રના સમયે વિદેશથી આવેલા દંપતિનો ઓગણજ સર્કલ પાસે પોલીસે તોડ કર્યો હોવાનો બનાવ સામે આવ્યો હતો. પોલીસે 60 હજાર રૂપિયા પડાવ્યા તો પીડિત દંપતી હાઈકોર્ટ પહોંચ્યું અને હાઈકોર્ટે પોલીસને ખખડાવી કે તમે કરો છો શું? આ ઘટના બાદ હવે આ સમગ્ર મામલે અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે કે હવે દરેક રિક્ષામાં કે કેબમાં ડ્રાઈવરની સીટની પાછળ એક પાટીયું લગાવાશે જેમાં રીક્ષા પાછળ હવે રિક્ષા ચાલકનું નામ, રીક્ષા માલિકનું નામ, રીક્ષાનો નંબર લખવો ફરજીયાત બનશે. પોલીસના નંબર, મહિલા હેલ્પલાઈન નંબર અને ટ્રાફિક પોલીસનો નંબર લખવો ફરજિયાત થશે.  આ સાથે જ પોલીસ હેલ્પલાઇન નંબર 100,મહિલા હેલ્પલાઇન નંબર 181 અને ટ્રાફિક હેલ્પલાઇન નંબર 1095 પણ લખવો ફરજિયાત બનશે.   


1 નવેમ્બરથી જાહેરનામાનો અમલ


અમદાવાદ પોલીસ કમિશનરના જાહેરનામા બાદ હવેથી અમદાવાદ શહેરમાં ચાલતી તમામ ટેક્સી, કેબ અને ઓટો રિક્ષામાં મુસાફરી કરનાર વ્યક્તિ વાંચી શકે એવી રીતે અમુક વિગતો મૂકવામાં આવશે, વાહન ચલાવનારની સીટની પાછળ પાટીયું મારવું પડશે. આ પાટિયામાં વાહન નંબરથી લઈ માલિકનું નામ અને પોલીસના નંબર બધુ જ લખવું પડશે. તમામ વસ્તુ એવી રીતે લખવી પડશે કે  તે ભૂંસાય નહીં. લખાણના અક્ષર  એવી રીતે રાખવા પડશે કે જેથી મુસાફરી કરનાર વ્યક્તિને લખેલું બધું દેખાય વંચાય. આ જાહેરનામાનો અમલ પહેલી નવેમ્બરથી શરૂ થશે માટે રિક્ષા ચાલક, કેબ ચાલક અને ટેક્સી ચાલક ભાઈઓ બહેનોને આ વાત ખાસ ધ્યાને લેવી કે મહિનાની અંદર પાટીયું લગાવી લેવું. જો કોઈએ આ લખાણ ન લખ્યું તો તેમની સામે કડક કાર્યવાહી થશે. ક્યારેક એવું થતું હોય છે કે રિક્ષા માલિક રિક્ષા ભાડે આપતા હોય છે અને આમાં રિક્ષા ચાલકો બદલાતા રહે છે. તો વાહન ચાલકનું નામ એવી રીતે લખવાનું રહેશે કે જેથી તે ભૂંસી શકાય. બાકી જો રિક્ષા માલિક રિક્ષા ચલાવતાતા હોય તો પર્મેનન્ટ માર્કરથી રિક્ષા માલિકનું નામ લખવું અનિવાર્ય રહેશે. 


શા માટે કરાયો આદેશ?


આ આદેશ કરવા પાછળ અમદાવાદ પોલીસ વડાનો ઉદ્દેશ્ય એ હતો કે મુસાફરોની સલામતી રહે. રીક્ષા, કેબ,  ટેક્ષીમાં નાગરીકો સાથે છેંતરપીંડી, મોબાઈલ ચોરી, કિંમતી સામાનની ચોરી, ચીલઝડપ, મહિલાઓની છેડતી અને અપહરણ જેવા ગંભીર પ્રકારનાં બનાવો બનતા હોવાથી અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.  વધુમાં હમણા રક્ષક જ ભક્ષક બન્યા હોય એવી રીતે બનાવ સામે આવ્યો હતો. અમદાવાદ બહારથી ઘણા બધા લોકો નોકરી માટે કે ધંધા માટે આવતા હોય છે. તેમની સાથે છેતરપિંડી અને લૂંટના કિસ્સા બનતા હોય છે માટે આ નિર્ણય લેવાયો છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?