દિવાળીના તહેવાર અંતર્ગત અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામુંઃ રાત્રીના 12 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-14 20:13:57

દિવાળીના તહેવારને લઈને લોકોમાં ગજબનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બાળકો ફટાકડા ફોડવા માટે તલપાપડ બન્યા છે. દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા હેઠળ ઓનલાઈન ફટાકડાની ખરીદી કે વેચાણ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. 


અમદાવાદમાં રાત્રીના 10 થી 12 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે


રાજ્ય તહેવારને લઈ અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરાનામું બહાર પાડવામાં આવ્યું છે. દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ કમિશનર દ્વારા  જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ઓનલાઈન ફટાકડાની ખરીદી કે વેચાણ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. શહેરમાં રાત્રીના 10 થી 12 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. 125 ડેસીબલથી 145 ડેસીબલ સુધીના ફટાકડા ફોડવા જરૂરી છે. ફટાકડાની લૂમ દ્વારા પ્રદુષણ અને ઘન કચરો ફેલાતો હોવાથી પ્રતિબંધ લગાવાયો છે. ચાઇનીઝ તુક્કલ કે ચાઇનીઝ લેંટર્ન ઉડાડી શકશે નહી.


લાયસન્સ ધારક વેપારીઓ જ કરી શકશે ફટાકડાનું વેચાણ


અમદાવાદના બજાર, શેરીઓ અને સાંકડી ગલીઓમાં ફટાકડા ફોડવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ચાઈનીઝ તુક્કલનું વેચાણ નહીં કરવા આદેશ આપવામાં આવ્યો છે. ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સ ધારક વેપારીઓ દ્વારા જ કરવાનું રહેશે તેમજ વિદેશી ફટાકડાની આયાત પ્રતિબંધ ધોષિત થયેલ છે. કોઈપણ પ્રકારના વિદેશી ફટાકડાની આયાત કરી શકાશે નહી.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...